કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારિત ફુગાવો આ વર્ષે ઓક્ટોબરમાં 4.62 ટકા અને નવેમ્બર 2018 માં 2.33 ટકા હતો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ચાલું મહિના દરમિયાન ખાદ્ય ફુગાવાનો દર વધીને 10.01 ટકા થયો છે.
ઓક્ટોબરમાં તે 7.89 ટકા અને એક વર્ષ પહેલા આ જ મહિનામાં 2.61 ટકા નોંધાયો હતો. આ અગાઉ જુલાઈ 2016માં છૂટક ફુગાવાનો દર 6.07 ટકા નોંધાયો હતો.
રિઝર્વ બેંક મુખ્યત્વે નાણાકીય નીતિની સમીક્ષામાં છૂટક ફુગાવા પર જ નજર રાખે છે અને રિઝર્વ બેન્કને રિટેલ ફુગાવો બે ટકાની ઉપર અને બે ટકા નીચે ચાર ટકાની રેન્જમાં રાખવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.