નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે દુનિયાભરના નાણાકીય બજારોમાં ઉથલ પાથલ મચી છે. ત્યારે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે તેમની પ્રેસ કોન્ફરન્સમાં નીતિગત વ્યાજદળમાં કપાતનું કોઈ એલાન કર્યુ નથી. તેમણે કહ્યું કે, વ્યાજદળમાં કપાતનો નિર્ણય દ્રિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકમાં લેવાશે. આરબીઆઈની મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠક 31 માર્ચથી 3 એપ્રિલ સુધી થશે.
યસ બેન્ક બુધવારથી ફરી બેન્ક સેવા શરુ કરશે
યસ બેન્કના ગ્રાહકોની મુશ્કેલી 18 માર્ચના બપોરના 6 કલાક સુધીમાં પૂર્ણ થશે.
ભારતીય બેન્ક સુરક્ષિત છે.
યસ બેન્કના ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે.
એમપીસી બેઠકમાં લેવામાં આવશે રેટનો નિર્ણય
શક્તિકાંતે કહ્યું કે, રોકાણકારોનો ભરોસો વધારવા માટે આ પગલું ભરી રહ્યા છે. તેમણે કહ્યું કે,આરબીઆઈએ ડૉલર-રૂપિયા સ્વૈપ લાઈનને 6 માસ સુધી આગળ વધારવામાં આવશે અને હવે ,સ્વૈપિંગ 23 માર્ચના કરવામાં આવશે. આ સિવાય આરબીઆઈ પોલિસી રેટ પર 1 લાખ કરોડ રુપિયાના એલટીઆરઓના હપ્તામાં આયોજિત કરશે. એલટીઆરઓના પ્રદર્શનની સમીક્ષાના આધાર પર ભવિષ્યમાં વધુ નિર્ણય લેવામાં આવશે.
આરબીઆઈએ કહ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દરમાં 0.4થી લઈ 1.5 સુધી નીચે આવવાની સંભાવના છે.