ETV Bharat / bharat

CAA સામેના મહિલાઓના વિરોધનાં કારણો

ન્યુઝ ડેસ્કઃ ભારતની સંસદ દ્વારા 11 ડિસેમ્બર 2019ના રોજ પસાર કરવામાં આવેલા નાગરિકત્વ સુધારા અધિનિયમ (CAA)એ વસતિના કેટલાક વર્ગોમાં અસંતોષને આકર્ષ્યો છે. લોકોના અસંતોષથી દેશમાં અનેક વિરોધો થયા. ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની સાંપ્રદાયિક લઘુમતી- હિન્દુ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓ જે 31 ડિસેમ્બર 2014 પહેલાં સ્થળાંતરિત થઈ ભારત આવ્યા તેમને નાગરિકત્વ આપવાની પ્રક્રિયાને CAA ઝડપી બનાવે છે.

Reason of women protest against CAA
Reason of women protest against CAA
author img

By

Published : Jan 21, 2020, 6:01 AM IST

એક તરફ, CAA આ ત્રણ દેશોના બિનમુસ્લિમ સ્થળાંતરિતો માટે નાગરિકત્વની પ્રક્રિયા સરળ બનાવે છે ત્યારે બીજી તરફ, તે મુસ્લિમ સ્થળાંતરિતો માટે નાગરિકત્વ આપવા પર મૌન રહે છે. CAAમાં મુસ્લિમ સ્થળાંતરિતોને સ્થાન નથી મળી રહ્યું, તેના કારણએ અનેક લોકો આ અધિનિયમની બંધારણીય કાયદેસરતા અને આ અધિનિયમ પસાર કરવામાં શાસકોના આશય પર પ્રશ્નો ઊઠાવી રહ્યા છે. અધિનિયમ સામેના વિરોધો CAA મોટા ભાગે એવા ભયના પરિબળ પર આધારિત છે કે CAA રાષ્ટ્રીય નાગરિક નોંધણીપત્રક (એનઆરસી)ની સાથે છેવટે મુસ્લિમ સમુદાયથી તેમનું નાગરિકત્વને છિનવી લેશે. ભારતીય નાગરિકો પર CAAની કોઈ અસર નથી પડવાની તેવી સરકારની સ્પષ્ટતાથી તણાવ ઘટ્યો નથી. સંસદે અધિનિયમ પસાર કર્યાને એક મહિનાથી વધુ સમય થવા આવ્યો છે ત્યારે વિવિધ રૂપમાં અને તીવ્રતાથી અધિનિયમ સામે વિરોધ ચાલુ જ રહ્યો છે. આસામથી નવી દિલ્હી સુધી અને વિદ્યાર્થીઓથી લઈને કેટલાંક સામાજિક ક્ષેત્રો સુધી વિરોધના અંતિમ હેતુઓ અલગ-અલગ હોઈ શકે, પરંતુ દિલ્હીના શાહીનબાગમાં મહિલાઓ દ્વારા વિરોધે દરેકનું ધ્યાન ખેંચ્યું છે.

CAA સામે વિરોધના નવા પ્રકાર સાથે ‘સત્યાગ્રહ’ના નવા રૂપ તરીકે લેખવામાં આવતા, શાહીનબાગમાં વિરોધને હવે એક મહિના કરતાં પણ વધુ સમય થવા આવ્યો છે. તેમાં મોટા ભાગે મહિલાઓ દ્વારા ભાગ લેવાઈ રહ્યો છે. શાહીનબાગ વિરોધ અધિનિયમના મજબૂત વિરોધના સંદર્ભ બિંદુ બની ગયો છે. વિરોધની લોકપ્રિયતાએ કૉંગ્રેસ પક્ષના નેતા શશી થરૂર, આમ આદમી પક્ષ (આઆપ) અને વિદ્યાર્થી સમુદાયોના નેતાઓ, સામાજિક કાર્યકર મેધા પાટકર સહિત અનેક લોકોને આ મેદનીને સંબોધવા આકર્ષ્યા છે. અહેવાલો સૂચવે છે કે વિરોધકારોને શાંત કરવાના દિલ્હી પોલીસના પ્રયાસો નિષ્ફળ ગયા છે. મહિલાઓએ ઘટનાસ્થળેથી ઊભા થવા ના પાડી દીધી છે. એક તરફ વિપક્ષ વિરોધકારો સાથે ઐક્ય બતાવી રહ્યા છે, ત્યારે શાસક ભાજપ તેને રાજકીય વિરોધીઓ દ્વારા સંગઠિત પગલું ગણાવી રહ્યો છે અને તેનો આક્ષેપ છે કે વિરોધકારોને પૈસા આપવામાં આવી રહ્યા છે. સહભાગીઓ દ્વારા ત્વરિત ચળવળનો દાવો કરાય છે, ત્યારે મહિલાઓ વચ્ચે અતુલનીય સંકલન છે- એ હદ સુધી કે એક મહિનાથી લાંબો ચાલેલો આ સંઘર્ષ કેટલાક ઉપુક્ત પ્રશ્નો ઊભા કરે છે. આ પ્રશ્નો એ છે કે શું આ ત્વરિત વિરોધ હતો કે પછી સંગઠિત કારણકે વિરોધમાં મોટા પાયે મહિલાઓની ભાગીદારી છે. પ્રથમ પ્રશ્નનો જવાબ CAA સામે મહિલાઓની ભાગીદારીના તર્કમાં રહેલો છે.

CAA સામે મહિલાઓની ભાગીદારીનું પહેલું કારણ ભાવના હોઈ શકે. આપણને દેખાતાં દૃશ્યો મુજબ, મહિલાઓ, બાળકો અન્યોની સાથે એક મહિનાથી વધઉ સમયથી વિરોધ કરતાં દેખાઈ રહ્યાં છે. આ બાબત વિરોધના પ્રકારને સામાજિક યથાર્થતા સારા એવા પ્રમાણમાં આપીને તેનો ભાવુક સંદેશો આપે છે. ભૂતકાળમાં વિશ્વએ પણ અનેક મુદ્દાઓ પર મહિલાઓના નેતૃત્વમાં વિરોધો જોયા છે. ૧૯૭૦-૮૦માં ‘સમાન અધિકાર સુધારા કૂચો’નું આયોજન મહિલાઓએ અમિરાકમાં સમાન અધિકારોની માગમી સાથે કર્યું હતું. આ જ રીતે, વર્ષ ૨૦૦૦માં માતાઓના નેતૃત્વમાં ‘લાખ માતા કૂચ’ (મિલિયન મૉમ માર્ચ)માં બંદૂક પર વધુ કડક નિયંત્રણ મૂકવાની માગણી હતી જેથી તેમનાં બાળકોને વધુ સારી સુરક્ષા મળી શકે. ભારતમાં મણિપુરી મહિલાઓ દ્વારા વિરોધોએ રાજ્ય અને સમાજ પર ગંભીર છાપ છોડી હતી. શાહીન બાગ ખાતે વિરોધના મોરચે મહિલાઓ અગ્ર હોવાથી, વિરોધકારોને વિખેરી નાખવા બળપ્રયોગનાં પગલાં લેવાનું કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓ માટે અઘરું બની રહ્યું છે.

શાહીનબાગ ખાતે વિરોધમાં મહિલાઓની ભાગીદારી પાછળ બીજું મહત્ત્વનું કારણ શાસક ભાજપ સામે મોટો રાજકીય વર્ગ હોઈ શકે છે. લોકપ્રિય ધારણા પ્રમાણે, ભાજપ અને ભારતના મુસ્લિમો વૈચારિક રીતે એકબીજાના વિરોધી છે. એવા પરિદૃશ્યમાં જ્યાં રાજકારણ માત્ર રાજકીય લાભ અને નુકસાન મેળવવા પૂરતું સીમિત રહી ગયું હોય ત્યારે મુસ્લિમોનો ટેકો ભાજપ માટે અગત્યનો છે. વર્ષ ૨૦૧૭માં સંસદમાં ખૂબ જ ચર્ચાસ્પદ ત્રિતલાક ખરડાને રજૂ કરવો અને ૩૦ જુલાઈ ૨૦૧૯થી તેના અમલીકરણથી એમ મનાય છે કે ભાજપે મુસ્લિમ મહિલાઓનો ટેકો મેળવવાની રીતે મુસ્લિમ સમુદાયમાં પેઠ કરી છે. ત્રિતલાક અધિનિયમ દ્વારા ભાજપે પોતાને મુસ્લિમ તરફી મહિલાઓ તરીકે સફળ રીતે ચિતર્યો. શાહીનબાગ વિરોધમાં મોરચા પર મોટા બાગે મુસ્લિમ મહિલાઓને મૂકીને વિપક્ષોએ ભાજપે ત્રિતલાક અધિનયિમ દ્વારા જે ગુણો મેળવ્યા છે તેને મંદ કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે. મુસ્લિમ મહિલાઓના નેતૃત્વમાં શાહીનબાગ વિરોધ થઈ રહ્યો છે ત્યારે આપણે તેમના સમર્થનમાં આવી જ મહિલાઓની ચળવળો પ્રયાગરાજ જેવાં સ્થળોએ જોઈ રહ્યાં છીએ. આ હદ સુધી વિરોધ સંગઠિત જણાય છે, નહીં કે દાવો કરાય છે તે પ્રમાણે ત્વરિત. જોકે સંગઠિત હોય કે ગમે તેમ, મહિલાઓની મોટા પાયા પર ભાગીદારી નીતિઘડવૈયાઓને અને સમાજને પણ અગત્યનો સંદેશ આપે છે. તેમને તેમની જિંદગી માટે જે મહત્ત્વના લાગે તે નિર્ણયની પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેવામાં મહિલાઓની મહત્ત્વની ભૂમિકાને આ વિરોધ ચમકાવે છે. જ્યારે સરકાર અધિનિયમ સાથે આગળ જઈ રહી છે ત્યારે શાહીનબાગમાં મહિલાઓના વિરોધની નીતિઓ સામે પ્રતિકાર અને સામાજિક સંવાદ પર મહત્ત્વની અસરો પડશે.

- ડૉ. અંશુમાન બેહેરા, એસોસિએટ પ્રૉફેસર, એનઆઈએએસ, બેંગ્લુર

Intro:Body:

સીએએ સામેના મહિલાઓના વિરોધનાં કારણો

ભારતની સંસદ દ્વારા ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ન રોજ પસાર કરવામાં આવેલા નાગરિકત્વ સુધારા અધિનિયમ (સીએએ)એ વસતિના કેટલાક વર્ગોમાં અસંતોષને આકર્ષ્યો છે. લોકોના અસંતોષથી દેશમાં અનેક વિરોધો થયા. ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની સાંપ્રદાયિક લઘુમતી- હિન્દુ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓ જે ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલાં સ્થળાંતરિત થઈ ભારત આવ્યા  તેમને નાગરિકત્વ આપવાની પ્રક્રિયાને સીએએ ઝડપી બનાવે છે. એક તરફ, સીએએ આ ત્રણ દેશોના બિનમુસ્લિમ સ્થળાંતરિતો માટે નાગરિકત્વની પ્રક્રિયા સરળ બનાવે છે ત્યારે બીજી તરફ, તે મુસ્લિમ સ્થળાંતરિતો માટે નાગરિકત્વ આપવા પર મૌન રહે છે. સીએએમાં મુસ્લિમ સ્થળાંતરિતોને સ્થાન નથી મળી રહ્યું, તેના કારણએ અનેક લોકો આ અધિનિયમની બંધારણીય કાયદેસરતા અને આ અધિનિયમ પસાર કરવામાં શાસકોના આશય પર પ્રશ્નો ઊઠાવી રહ્યા છે. અધિનિયમ સામેના વિરોધો સીએએ મોટા ભાગે એવા ભયના પરિબળ પર આધારિત છે કે સીએએ રાષ્ટ્રીય નાગરિક નોંધણીપત્રક (એનઆરસી)ની સાથે છેવટે મુસ્લિમ સમુદાયથી તેમનું નાગરિકત્વને છિનવી લેશે. ભારતીય નાગરિકો પર સીએએની કોઈ અસર નથી પડવાની તેવી સરકારની સ્પષ્ટતાથી તણાવ ઘટ્યો નથી. સંસદે અધિનિયમ પસાર કર્યાને એક મહિનાથી વધુ સમય થવા આવ્યો છે ત્યારે વિવિધ રૂપમાં અને તીવ્રતાથી અધિનિયમ સામે વિરોધ ચાલુ જ રહ્યો છે. આસામથી નવી દિલ્હી સુધી અને વિદ્યાર્થીઓથી લઈને કેટલાંક સામાજિક ક્ષેત્રો સુધી વિરોધના અંતિમ હેતુઓ અલગ-અલગ હોઈ શકે, પરંતુ દિલ્હીના શાહીનબાગમાં મહિલાઓ દ્વારા વિરોધે દરેકનું ધ્યાન ખેંચ્યું છે.

સીએએ સામે વિરોધના નવા પ્રકાર સાથે ‘સત્યાગ્રહ’ના નવા રૂપ તરીકે લેખવામાં આવતા, શાહીનબાગમાં વિરોધને હવે એક મહિના કરતાં પણ વધુ સમય થવા આવ્યો છે. તેમાં મોટા ભાગે મહિલાઓ દ્વારા ભાગ લેવાઈ રહ્યો છે. શાહીનબાગ વિરોધ અધિનિયમના મજબૂત વિરોધના સંદર્ભ બિંદુ બની ગયો છે. વિરોધની લોકપ્રિયતાએ કૉંગ્રેસ પક્ષના નેતા શશી થરૂર, આમ આદમી પક્ષ (આઆપ) અને વિદ્યાર્થી સમુદાયોના નેતાઓ, સામાજિક કાર્યકર મેધા પાટકર સહિત અનેક લોકોને આ મેદનીને સંબોધવા આકર્ષ્યા છે. અહેવાલો સૂચવે છે કે વિરોધકારોને શાંત કરવાના દિલ્હી પોલીસના પ્રયાસો નિષ્ફળ ગયા છે. મહિલાઓએ ઘટનાસ્થળેથી ઊભા થવા ના પાડી દીધી છે. એક તરફ વિપક્ષ વિરોધકારો સાથે ઐક્ય બતાવી રહ્યા છે, ત્યારે શાસક ભાજપ તેને રાજકીય વિરોધીઓ દ્વારા સંગઠિત પગલું ગણાવી રહ્યો છે અને તેનો આક્ષેપ છે કે વિરોધકારોને પૈસા આપવામાં આવી રહ્યા છે. સહભાગીઓ દ્વારા ત્વરિત ચળવળનો દાવો કરાય છે, ત્યારે મહિલાઓ વચ્ચે અતુલનીય સંકલન છે- એ હદ સુધી કે એક મહિનાથી લાંબો ચાલેલો આ સંઘર્ષ કેટલાક ઉપુક્ત પ્રશ્નો ઊભા કરે છે. આ પ્રશ્નો એ છે કે શું આ ત્વરિત વિરોધ હતો કે પછી સંગઠિત કારણકે વિરોધમાં મોટા પાયે મહિલાઓની ભાગીદારી છે. પ્રથમ પ્રશ્નનો જવાબ સીએએ સામે મહિલાઓની ભાગીદારીના તર્કમાં રહેલો છે. 

સીએએ સામે મહિલાઓની ભાગીદારીનું પહેલું કારણ ભાવના હોઈ શકે. આપણને દેખાતાં દૃશ્યો મુજબ, મહિલાઓ, બાળકો અન્યોની સાથે એક મહિનાથી વધઉ સમયથી વિરોધ કરતાં દેખાઈ રહ્યાં છે. આ બાબત વિરોધના પ્રકારને સામાજિક યથાર્થતા સારા એવા પ્રમાણમાં આપીને તેનો ભાવુક સંદેશો આપે છે. ભૂતકાળમાં વિશ્વએ પણ અનેક મુદ્દાઓ પર મહિલાઓના નેતૃત્વમાં વિરોધો જોયા છે. ૧૯૭૦-૮૦માં ‘સમાન અધિકાર સુધારા કૂચો’નું આયોજન મહિલાઓએ અમિરાકમાં સમાન અધિકારોની માગમી સાથે કર્યું હતું. આ જ રીતે, વર્ષ ૨૦૦૦માં માતાઓના નેતૃત્વમાં ‘લાખ માતા કૂચ’ (મિલિયન મૉમ માર્ચ)માં બંદૂક પર વધુ કડક નિયંત્રણ મૂકવાની માગણી હતી જેથી તેમનાં બાળકોને વધુ સારી સુરક્ષા મળી શકે. ભારતમાં મણિપુરી મહિલાઓ દ્વારા વિરોધોએ રાજ્ય અને સમાજ પર ગંભીર છાપ છોડી હતી. શાહીન બાગ ખાતે વિરોધના મોરચે મહિલાઓ અગ્ર હોવાથી, વિરોધકારોને વિખેરી નાખવા બળપ્રયોગનાં પગલાં લેવાનું કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓ માટે અઘરું બની રહ્યું છે. 

શાહીનબાગ ખાતે વિરોધમાં મહિલાઓની ભાગીદારી પાછળ બીજું મહત્ત્વનું કારણ શાસક ભાજપ સામે મોટો રાજકીય વર્ગ હોઈ શકે છે. લોકપ્રિય ધારણા પ્રમાણે, ભાજપ અને ભારતના મુસ્લિમો વૈચારિક રીતે એકબીજાના વિરોધી છે. એવા પરિદૃશ્યમાં જ્યાં રાજકારણ માત્ર રાજકીય લાભ અને નુકસાન મેળવવા પૂરતું સીમિત રહી ગયું હોય ત્યારે મુસ્લિમોનો ટેકો ભાજપ માટે અગત્યનો છે. વર્ષ ૨૦૧૭માં સંસદમાં ખૂબ જ ચર્ચાસ્પદ ત્રિતલાક ખરડાને રજૂ કરવો અને ૩૦ જુલાઈ ૨૦૧૯થી તેના અમલીકરણથી એમ મનાય છે કે ભાજપે મુસ્લિમ મહિલાઓનો ટેકો મેળવવાની રીતે મુસ્લિમ સમુદાયમાં પેઠ કરી છે. ત્રિતલાક અધિનિયમ દ્વારા ભાજપે પોતાને મુસ્લિમ તરફી મહિલાઓ તરીકે સફળ રીતે ચિતર્યો. શાહીનબાગ વિરોધમાં મોરચા પર મોટા બાગે મુસ્લિમ મહિલાઓને મૂકીને વિપક્ષોએ ભાજપે ત્રિતલાક અધિનયિમ દ્વારા જે ગુણો મેળવ્યા છે તેને મંદ કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે. મુસ્લિમ મહિલાઓના નેતૃત્વમાં શાહીનબાગ વિરોધ થઈ રહ્યો છે ત્યારે આપણે તેમના સમર્થનમાં આવી જ મહિલાઓની ચળવળો પ્રયાગરાજ જેવાં સ્થળોએ જોઈ રહ્યાં છીએ. આ હદ સુધી વિરોધ સંગઠિત જણાય છે, નહીં કે દાવો કરાય છે તે પ્રમાણે ત્વરિત. જોકે સંગઠિત હોય કે ગમે તેમ, મહિલાઓની મોટા પાયા પર ભાગીદારી નીતિઘડવૈયાઓને અને સમાજને પણ અગત્યનો સંદેશ આપે છે. તેમને તેમની જિંદગી માટે જે મહત્ત્વના લાગે તે નિર્ણયની પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેવામાં મહિલાઓની મહત્ત્વની ભૂમિકાને આ વિરોધ ચમકાવે છે. જ્યારે સરકાર અધિનિયમ સાથે આગળ જઈ રહી છે ત્યારે શાહીનબાગમાં મહિલાઓના વિરોધની નીતિઓ સામે પ્રતિકાર અને સામાજિક સંવાદ પર મહત્ત્વની અસરો પડશે.  

- ડૉ. અંશુમાન બેહેરા, એસોસિએટ પ્રૉફેસર, એનઆઈએએસ, બેંગ્લુર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.