રવિશ કુમારે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતુ કે, પાકિસ્તાનની સરકારે ભારતના એ પ્રસ્તાવનો જવાબ નથી આપ્યો, જેમાં 9 નવેમ્બરે કરતાપુર જનારા ભારતીયોને ત્યાં કયા પ્રકારની સુરક્ષા આપવામાં આવશે, તેનો ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાન તરફથી કરતારપુરમાં જનારા શ્રદ્ધાળુઓની યાદી અંગે ખુલાસો કરવાનો પણ બાકી છે.
ઉપરાંત બંને દેશ વચ્ચે કરારના સમયે પાકિસ્તાન દ્વારા આશ્વાસન અપાયું હતુ કે ભારત વિરોધી તત્વો અને પ્રચાર-પ્રસારની પરવાનગી નહીં અપાય. અમે માગ કરીએ છે કે તે આપત્તિજનક વીડિયોને હટાવી દેવાય જે પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.
કરતારપુર કૉરિડર પર પાકિસ્તાની સરકારના ઔપચારિક વીડિયોમાં ખાલિસ્તાનના અલગાવાદી જરનૈલ ભિંડરાવાલે પર MEAએ કહ્યું કે અમે તે ભાવનાને ઘટાડવાના પાકિસ્તાનના પ્રયાસને વખોડીએ છીએ, જેના દ્વારા તીર્થયાત્રા શરૂ કરવામાં આવનાર છે, અમે તેનો વિરોધ કર્યો છે.
કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિધ્ધુ પર રવિશ કુમારે જણાવ્યું હતું કે કરતારપુર કૉરિડોરનું ઉદ્ઘાટન એક ઐતિહાસિક ઘટના છે. કોઈ એક વ્યક્તિ વિશેષ પર ચર્ચા કરવી જરૂરી નથી.