તિરુવનંતપુરમ: કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વમાં પાયમાલી સર્જાઇ છે, ત્યારે કેરળનું અલાપ્પુઝા શહેર જેને 'પૂર્વ વેનિસ' પણ કહેવામાં આવે છે. કેરળમાં 2018 અને 2019માં પૂર આવ્યા પછી કેરળમાં પુનર્વસનનુમ કામ શરૂ થયું હતું, પરંતુ 2020માં ફરી પાછી કુદરતી આપત્તિએ કહેર વર્તાવ્યો છે.
અલાપ્પુઝા કેરળનો એક એવો જિલ્લો છે, જે કુદરતી આફતોથી વારંવાર પ્રભાવિત થાય છે. જેનું મુખ્ય કારણ આ જિલ્લાની ભૌગોલિક રચના પણ છે. જ્યારે પણ કેરળમાં ભારે વરસાદ પડે છે, ત્યારે પૂર્વથી પાણીના પ્રવાહથી અલાપ્પુઝામાં મોટાભાગના સ્થળો ડૂબી જાય છે. આ વર્ષે પણ આવું જ બન્યું છે. પાછલા બે વર્ષોની જેમ આ વર્ષે પણ અલપ્પુઝામાં પૂર આવ્યું છે. જો કે, સંકટની સ્થિતિમાં પણ રાહત તરીકે સારા સમાચાર મળ્યા છે. આ વરસાદ દરમિયાન અલાપ્પુઝાના નેદમુડીની એક મહિલા લતા શંકરનકુટ્ટીએ જિલ્લા નાયબ કલેકટર વી.આર. કૃષ્ણને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું કે, આ વખતે અમારા વિસ્તારમાં પૂરથી ખાસ અસર થઈ નથી, આભાર.
2018માં આવેલા ભયાનક પૂરને લીધે અહીંના સ્થાનિક લોકોના મકાનોનો સંપૂર્ણ વિનાશ થયો હતો, ત્યારબાદ રામોજી ગ્રૃપના ચેરમેન રામોજી રાવ આ પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા હતાં. જ્યાં રામોજી રાવે પીડિત પરિવાર માટે 121 મકાનો બનાવ્યાં હતાં. જે પૂર પ્રતિરોધક છે. આ મકાનોને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતાં.
આ વખતે કેરળમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. જેનાથી અલાપ્પુઝા શહેરના કુટુનાડના આસપાસના વિસ્તારોમાં પૂર આવી ગયું હતું. તેમ છતાં અલાપ્પુઝાના કુટુનાડમાં રામોજી ગ્રૃપ દ્વારા બનાવવામાં આવેલા આ મકાનો સલામત છે અને લોકોને પૂરથી સુરક્ષિત રાખી રહ્યાં છે. રામોજી ગ્રુપ દ્વારા પૂર પીડિતોને આપવામાં આવેલા તમામ 121 મકાનો જમીન સપાટીથી દોઢ મીટરની ઉપર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મકાન બાંધકામ કરતી વખતે ખાસ ફ્લોટિંગ ઇંટોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.