અમરાવતીઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડમાં થયેલી ક્રેન દુર્ઘટનામાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કર્યું છે. વધુમાં જણાવીએ તો શનિવારે થયેલી આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે.
રાજનાથ સિંહે ક્રેન દુર્ઘટનાગ્રસ્ત થવાને કારણે લોકોના મોત પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ ઘટનાના કારણોની જાણકારી મેળવવા માચે વિભાગીય તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.
રાજનાથ સિંહે જણાવ્યું કે, વિશાખાપટ્ટનમના એચએસએલમાં દુર્ઘટનાને કારણે 11 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારો સાથે મારી સંવેદના છે. ઇજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. આ દુર્ઘટનાના કારણો જાણવા માટે વિભાગીય તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.
મૃતકોમાં ચાર એચએસએલના કર્મચારી છે, જ્યારે સાત અન્ય કોન્ટ્રાક્ટ કંપનીના કર્મચારી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જિલ્લા કલેક્ટર વિનય ચંદે પણ આ ઘટનાની તપાસ શરૂ કરવા માટે એક સમિતિ ગઠિત કરી છે.