ETV Bharat / bharat

રાજસ્થાનમાં ડ્રાઇવરને 'જય શ્રી રામ' અને 'મોદી ઝિંદાબાદ' ન બોલવા પર ઢોર માર મારાયો - મોદી ઝિંદાબાદ

રાજસ્થાનના સીકરમાં એક 52 વર્ષીય ઑટો રિક્ષા ચાલકને 'મોદી ઝિંદાબાદ' અને 'જય શ્રી રામ' ન બોલવા પર ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી.

Etv Bharat, Gujarati News, Rajasthan News
Gafar Ahmed News
author img

By

Published : Aug 9, 2020, 2:16 PM IST

સીકરઃ રાજસ્થાનના સીકરમાં એક 52 વર્ષીય ઑટો-રિક્ષા ચાલકને 'મોદી ઝિંદાબાદ' અને 'જય શ્રી રામ' ન બોલવા પર ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. પીડિતે જણાવ્યું કે, મારા પર હુમલા કરનારા બે લોકોએ દાઢી ખેંચી અને પાકિસ્તાન જવા માટે કહ્યું હતું. પોલીસે બંને હુમલાખોરોની ધરપકડ કરાઈ છે. ગફાર અહમદ કચ્છવાએ પોલીસમાં ફરિયાદ કરી કે, આરોપીએ તેની ઘડિયાળ અને પૈસા ચોરી લીધા હતા. એટલું જ નહીં હુમલાખોરોએ તેના દાંત તોડ્યા અને એક આંખ સોજાડી હતી. પીડિતે એક મોઢા પર એક અનેક નિશાન છે.

FIR અનુસાર, શુક્રવારે સવારે લગભગ 4 કલાકે પીડિત નજીકના એક ગામડામાં યાત્રિકોને છોડ્યા બાદ પરત ફરી રહ્યો હતો, જ્યારે એક કારમાં સવાર બે લોકોએ તેને અટકાવ્યો અને તેની પાસેથી તમાકૂ માગ્યું હતું. જો કે, તેમણે જે તમાકૂ આપ્યું તે લેવાથી હુમલાખોરોએ મનાઇ કરી અને કથિત રીતે 'મોદી ઝિંદાબાદ' અને 'જય શ્રી રામ' કહેવા માટે કહ્યું હતું. જેને મનાઇ કરતા હુમલાખોરોએ એક લાકડી વડે માર્યો હતો.

રાજસ્થાનમાં એક ડ્રાઇવરને 'જય શ્રી રામ' અને 'મોદી ઝિંદાબાદ' ન બોલવા પર ઢોર માર માર્યો

કચવાએ વધુમાં જણાવ્યું કે, બે લોકો ગાડીમાંથી બહાર આવ્યા અને મને મારવા લાગ્યા હતા. તેમણે મને થપ્પડ મારી અને મને 'મોદી ઝિંદાબાદ' કહેવા માટે કહ્યું હતું. તેમણે મારી દાઢી પણ ખેંચી હતી. સીકરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદ દાખલ થયા બાદ અમે શુક્રવારે બે લોકોની ધરપકડ કરી હતી. શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ નશામાં ધૂત હતા અને માર માર્યો હતો. આરોપીઓની ઓળખ શંભૂ દયાલ જાટ અને રાજેન્દ્ર જાટ રુપે થઇ છે.

Etv Bharat, Gujarati News, Rajasthan News
આરોપી

વધુમાં અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બંને આરોપીની ફરિયાદ દાખલ થયાના છ કલાકની અંદર જ ધરપકડ કરવામાં આવી હતી. પીડિતની સાથે આરોપીએ બોલાચાલી કરી હતી. આરોપીએ ડ્રાઇવર પાસેથી પૈસા પણ માગ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.