નવી દિલ્હીઃ કર્ણાટક અને કેરળમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બંને રાજ્યોના આઠ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારના પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે શકત ગરમી રહી હતો, તો આગામી બે ત્રણ દિવસો સુધી વરસાદની કોઈ શક્યતા નથી. છેલ્લા 12 દિવસથી દિલ્હીમાં વરસાદ પડ્યો નથી.
કેરળના આઠ જિલ્લામાં રેડ એલર્ટ
રવિવારે પડેલા ધોધમાર વરસાદને કારણે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ હવામા વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં સોમવારે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
તેલંગાણામાં ભારે વરસાદની સંભાવના
કર્ણાટકના એર્નાકુલમ જિલ્લા અધિકારીએ કહ્યું કે મક્તુપુઝા નદીમાં પૂર આવવાની તૈયારી છે. જેનાથી એર્નાકુલમ અને કોટ્ટાયમ જિલ્લામાં પૂર આવવાની આશંકા છે. તો બીજી બાજુ પાડોશી રાજ્ય તેલંગાણામાં પણ અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે શકે છે.