બંધારણના 70 વર્ષ પુર્ણ થતા ભારતીય રેલવેએ એક વિશેષ કેમ્પન શરુ કર્યું છે. આ કેમ્પનમાં રેલ્વે સ્ટેશન અને ઓફિસમાં વિવિધ કાર્યક્રમ મનાવશે. જે આવતા વર્ષ 26 નવેમ્બર સુધી ચાલશે.
આ આખા વર્ષમાં સામાન્ય લોકોની મૂળભૂત ફરજો પ્રત્યે જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવશે. તેમજ બંધારણની પ્રસ્તાવના સવારે 11 કલાકે રેલ્વેના તમામ મહત્વના સ્થળોએ વાંચવામાં આવશે.
લોકોને પોસ્ટર અને બેનરો દ્વારા જાગૃત કરવામાં આવશે
બંધારણમાં આપેલ મૂળભૂત ફરજો નિભાવવા માટે રેલ્વે સ્ટેશનો અને ટ્રેનો પર પોસ્ટર, બેનરોનો ઉપયોગ કરવામાં આવશે. રેલવે બોર્ડે આ સંદર્ભે તમામ ઝોનલ રેલવેને આદેશો કર્યો છે. આ આદેશમાં સામાન્ય લોકોને પણ જોડવાનું કહેવામાં આવ્યું છે.