ભોપાલ: મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે દલિત પરિવાર પર કરેલી કાર્યવાહીને લઇને દેશમાં ગરમાવો વધી ગયો છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, કોંગ્રેસની લડાઇ આવા જ વિચાર અને અન્યાયની વિરૂદ્ધ છે. મધ્ય પ્રદેશમા પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે પણ આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો ટ્વીટ પર લખ્યુ, ' અમારી લડાઇ આવી જ સોચ અને અન્યાયની વિરૂદ્ધ છે.
પોલીસની કાર્યવાહીને લઇને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ પણ ઘટનાને અતિ ક્રુર અને શર્મનાક કહી છે. માયાવતીએ ટ્વીટ કરી લખ્યું કે, આ ઘટનાને લઇને દેશમાં વિરોધ સ્વાભાવિક છે. સરકાર શખ્ત કાર્યવાહી કરે.
ખેડૂત અને તેની પત્નીએ નાયબ કલેક્ટર અને પોલીસ સામે ઝેર પીવાની કોશિશ કરી હતી. આ ઘટનાને લઇને કોંગ્રેસે શિવરાજ સિંહ સરકારનો ધેરાવ કર્યો છે. પોલીસની નિર્દયતા ફોટોમાં સામે દેખાઇ રહી છે. ઘટનાને લઇને રાજકારણ પણ ગરમાયુ છે. આ વચ્ચે વિપક્ષે શિવરાજ સરકારને ટાર્ગેટ કરવામાં કોઇ કસર બાકી રાખી નથી. પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે પણ સરકાર સામે સવાલ ઉઠાવ્યાં છે. આ ઘટનાને લઇને શિવરાજ સરકારે SP, IG અને કલેક્ટરને હટાવવાનો આદેશ કર્યો છે, આ સાથે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
શું છે પુરી ઘટના
હકીકતમાં ગુના જિલ્લાના એક ગામમાં પીજી કોલેજની જમીન પર કેટલાક વર્ષ પહેલા પૂર્વ પાર્ષદ ગપ્પુ પારદી અને તેના પરિવારનો કબ્જો છે. જેને એ જમીન રાજકુમાર અહિરવારને ઇજારા પર આપી હતી. મંગળવારે બપોરે અચાનક ગુના નગરપાલિકા કાર્યવાહી કરવા નાયબ કલેક્ટરના નેતૃત્વમાં પહોંચ્યાં હતા અને રાજકુમારના પાક પર જેસીબી ચલાવવાનું શરૂ કર્યુ હતું. એટલુ જ નહીં તંત્રએ તમામ હદ પાર કરતા પરિવાર પર એટલી નિર્દયતા દાખવી કે પરિવારે ઝેર ગટગટાવ્યું હતું.