ETV Bharat / bharat

લદ્દાખમાં ઘાયલ થયેલા જવાનના પિતાએ રાહુલ ગાંધીને આપ્યો વળતો જવાબ, કહ્યું તમે રાજકારણ છોડી દો...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં એક ઈજાગ્રસ્ત સૈનિકના પિતાએ દાવો કર્યો હતો કે, ગલવાનમાં યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકો નિઃશસ્ત્ર હતા. આજે આ જ પિતા રાહુલ પર રાજનિતી કરતા હોવાનો આક્ષેપ કરી તેમને રાજકારણ છોડવાની સલાહ આપતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જે અમિત શાહ દ્વારા શેર કરવામાં આવ્યો છે, ત્યારે ખરેખર કોણ રાજકારણ કરી રહ્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

r Congress leader Rahul Gandhi
r Congress leader Rahul Gandhi
author img

By

Published : Jun 20, 2020, 1:08 PM IST

નવી દિલ્હીઃ ગલવાન ઘાટીમાં શહીદ જવાનો મુદ્દે રાહુલ ગાંધી રાજકારણ કરતાં હોવાના મુદ્દે એક ઘાયલ જવાનના પિતાએ રાહુલ ગાંધીને વળતો જવાબ આપ્યો છે, અને તેમને નેતાગીરી છોડવાની સલાહ આપી છે.

  • The Indian Army is a strong army and can defeat China. Rahul Gandhi don’t indulge in politics in this...my son fought in the army and will continue fighting in the army: Father of injured Indian soldier who fought in #GalwanValleyClash (Amateur Video Source) pic.twitter.com/uGOdM2dJkM

    — ANI (@ANI) June 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલ ગાંધીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે, બોર્ડર પર ભારતીય સૈનિકો નિઃશસ્ત્ર હતા. જેનો ફાયદો ઉઠાવી ચીનના જવાનોએ હુમલો કર્યો હતો. જો કે, બાદમાં આ વાતનું સરકારે ખંડન કર્યુ હતું.

ગલવાન ખીણમાં ઘાયલ જવાનના પિતા બળવંતસિંહે કહ્યું હતું કે, "ભારતીય સૈન્ય એક સશસ્ત્ર સૈન્ય છે. તે ચીનને હરાવી શકે છે. રાહુલ ગાંધી તમે નેતાગીરી કરવાનું છોડી દો. આ રીતે રાજકારણ કરવું યોગ્ય નથી. મારો પુત્ર પહેલા પણ સૈન્ય માટે લડ્યો છે અને આગળ પણ લડશે.

આ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું છે કે, તેમણે રાજકારણ છોડીને દેશના હિતમાં સરકારની સાથે ઉભા રહેવું જોઈએ.

અમિત શાહે બળવંતસિંહનો એક વીડિયો શેર કર્યો છે, રાહુલ ગાંધીએ પણ શુક્રવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણમાં ઘાયલ થયેલા એક જવાનના પિતા વાત કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.