અંબાલા: રાફેલ લડાકુ વિમાનોને આજે ભારતીય વાયુસેનામાં ઔપચારિક રીતે શામેલ કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લી પણ હાજર હતા.
વાયુસેનામાં સમાવેશ કરવાના પ્રસંગે હરિયાણાના અંબાલામાં એરફોર્સ સ્ટેશન પર, 17 ગોલ્ડન એરો સ્ક્વોડ્રોન પાયલટ્સે રાફેલ વિમાનો સાથે કરતબ દેખાડ્યા હતા.
રાફેલને એરફોર્સમાં સામેલ કરવામાં આવે તે પહેલાં તમામ ધર્મની પ્રાર્થના કરવામાં આવી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથે કહ્યું કે રાફેલને એરફોર્સમાં શામેલ કરવું એ ભારત-ફ્રાન્સ સંબંધોમાંની મજબૂતાઈનો પુરાવો છે. તેમણે કહ્યું કે આપણી સરહદ પર જે વાતાવરણનું સર્જન થઈ રહ્યું છે તે જોતા રાફેલ વિમાનોનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે.
સંરક્ષણ પ્રધાને કહ્યું કે રાફેલ વિમાનનો સમાવેશ ભારતની સરહદ સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક ઉદાહરણ છે. તેમણે કહ્યું કે આપણી સરહદ પર બનેલા વાતાવરણને ધ્યાનમાં રાખીને રાફેલ વિમાનનો સમાવેશ મહત્વપૂર્ણ છે. '