સમગ્ર ઘટનાની પુષ્ટી કરતા વિગતો મળી છે કે, તેલંગણાના મહિલા પશુ ડૉકટર સાથે સામુહિક દુષ્કર્મ બાદ હત્યા કરવાને લઈ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાને લઈ કેન્દ્રીય મહિલા આયોગ પર સક્રિય થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદના મહિલા પશુ ડૉકટરને ન્યાય અપાવવા આંદોલન શરૂ થઈ ચૂક્યું છે. જે માટે ટ્વીટર પર લોકો વિરોધ દર્શાવી રહ્યાં છે. હૈદરાબાદ શહેર બહારના વિસ્તાર શારદા નગરના અંડર બ્રિજ પાસેથી પશુ ડૉકટરનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યાનુસાર મૃતકના પરીવારે બુધવારના રોજ 10.20 વાગ્યા સુઘી મૃતકના ઘરે પરત ન આવવા પર લાપતા થયાની પોલીસ ફરીયાદ કરી હતી. બાદમાં સવારે તેમનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
શુ છે ઘટના?
ડૉકટર મહિલા બુધવારે કોલ્લુરૂ સ્થિત પશુ દવાખાને ગઈ હતી. તે પાતાની સ્કુ઼ટીને શારદાનગર ટોલ પ્લાઝાની નજીક પાર્ક કરી હતી. રાત્રે જ્યારે તે પરત ફરી ત્યારે સ્કુટીમાં પંચર પડી ગયું હતું. જે બાદ મૃતકે તેની બહેનને ફોન કરી કહ્યું હતું કે, ગાડી ખરાબ ગઈ છે, મને ખૂબ બીક લાગે છે. તેની બહેને ટોલ પ્લાઝાથી કેબમાં (ટેક્ક્ષી) આવવા કહ્યું હતું. ત્યારબાદ મૃતકે તેની બહેનને જણાવ્યું કે, અહીં કેટલાક લોકો છે જે મદદ કરવાની તૈયારી દર્શાવે છે, હું તને થોડી વારમાં કોલ કરૂ. જે બાદ મૃતકનો મોબાઈલ સ્વીચ ઑફ થઈ ગયો હતો. ટોલ પ્લાઝાની આસપાસ પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી અને પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જે બાદ તેનો મૃતદેહ સળગેલી હાલતમાં શારદાનગર અંડર બ્રિજ પાસેથી મળ્યો હતો.