મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બાળ શોષણની નિંદા કરી છે અને તેને 'અસ્વીકાર્ય' ગણાવ્યું છે. દેશી ગર્લે પોતાના ટ્વિટર હેન્ડલ પર સ્મૃતિ ઈરાની દ્વારા શેર કરેલા વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, "બાળકની નિર્દોષતા એટલી નાજુક હોઇ છે અને તેનું રક્ષણ કરવું તે આપણી જવાબદારી છે. આટલી બધી હોરર સ્ટોરીઝ સાંભળ્યા પછી, એવા ઘણા બાળકો છે જેમણે માનવતાના સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને તે સ્વીકારવું ખૂબ મુશ્કેલ છે. "
સ્મૃતિએ બાળ શોષણ પર એક વિડિઓ શેર કર્યો હતો અને લખ્યું હતું કે, "બાળ શોષણ માટે મૌન દર્શક ન બનો. બોલો અને પગલાં લેવાનું શરૂ કરો. 1098 ચાઈલ્ડલાઈન ડાયલ કરો. બાળકોને કહો કે આ એક સિસ્ટમ છે જે તેમનું રક્ષણ કરવા માગે છે.
સ્મૃતિના આ ટ્વીટ પર ટિપ્પણી કરતા પ્રિયંકાએ લખ્યું કે, "તમે તેને રોકવામાં મદદ કરી શકો છો. તમે જ્યાં પણ આવું કંઇક જોઉં ત્યારે તેનો રિપોર્ટ કરવા માટે તમે 1098 (ભારત) ડાયલ કરી તુરંત જણાવી બાળકોની રક્ષા કરો."
બાળકોના અધિકારો અને તેમનું શિક્ષણ પ્રિયંકાના હૃદયની ખૂબ નજીક છે અને તે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) સાથે લગભગ દોઢ દાયકાથી કાર્યરત છે.
2016માં, તેમણે યુનિસેફના વૈશ્વિક ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવી હતી. બાળ કલ્યાણ તરફના તેમના પ્રયત્નોના ભાગરૂપે, તેમણે બાંગ્લાદેશથી ઇથોપિયાના ઘણા દેશોની યાત્રા કરી અને ત્યાં બાળકો સાથે સમય વિતાવ્યો હતો.
ગુડવિલ એમ્બેસેડર તરીકેના તેમના કામ માટે પ્રિયંકાને ગયા વર્ષે 15માં વાર્ષિક યુનિસેફ સ્નોફ્લેક બોલમાં ડેની કાયે માનવતાવાદી એવોર્ડ આપવામાં આવ્યો હતો.