વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વિટ કર્યુ હતું કે, 'વૉશિંગ્ટન ડીસીમાં ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કાર્યક્રમમાં અધ્યક્ષ પેલોસીએ ખુબ જ ઉપયોગી વાત કરી હતી'
પેલોસીના ભાષણને ટાંકીને મોદીએ કહ્યુ હતું કે, પેલોસીએ ભારત અને અમેરિકાના સબંધો ઉપરાંત, મહાત્મા ગાંધી સહિતના વિષયો ઉપર ઘણી વાત કરી હતી.
આ વક્તવ્યમાં જળવાયુ પરિવર્તનની સમસ્યાને પહોંચી વળવા મોદીની પ્રતિબદ્વતાની પ્રશંસા કરી હતી. તેમજ તેણે કહ્યુ હતું કે, ભારતના વડાપ્રધાને પૃથ્વીને નુકસાન કરનારા પડકારો સામે લડવાની સાથે-સાથે ગાંધી મૂલ્યોને પણ જીવીત રાખ્યા છે.