ETV Bharat / bharat

માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ હવે શિક્ષણ મંત્રાલય, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

માનવ સંસાધન વિકાસ મંત્રાલય હવે શિક્ષણ મંત્રાલય બની ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય પ્રધાન મંડળના નિર્ણયને મંજૂરી આપી છે.

રામનાથ
રામનાથ
author img

By

Published : Aug 18, 2020, 9:39 AM IST

નવી દિલ્હી: માનવ સંસાધન વિકાસ મંત્રાલય હવે શિક્ષણ મંત્રાલય બની ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય પ્રધાન મંડળના નિર્ણયને મંજૂરી આપી છે. મંત્રાલયનું નામ બદલવા સહિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) ના મુદ્દામાં ઘણી મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી હતી. ગયા મહિને કેન્દ્રીય કેબિનેટે આ નીતિને મંજૂરી આપી હતી.

શિક્ષણ મંત્રાલય

સોમવારે રાત્રે પ્રકાશિત સૂચનામાં એમ કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ શિક્ષણ મંત્રાલયમાં બદલવાની મંજૂરી આપી દીધી છે. જાહેરનામા મુજબ હવે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની જગ્યાએ શિક્ષણ મંત્રાલય લખવામાં આવશે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલય

તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળમાં 1985માં શિક્ષણ મંત્રાલયનું નામ બદલીને માનવ સંસાધન વિકાસ મંત્રાલય કરવામાં આવ્યું હતું. પીવી નરસિંહ રાવ રાજીવ ગાંધી કેબિનેટમાં પ્રથમ માનવ સંસાધન વિકાસ પ્રધાન બન્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.