વર્ષ ૨૦૨૦-૨૧ માટેની ખાતાવહીમાં પાંચ ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રનો ભારતનો આકાંક્ષી હેતુ પ્રાપ્ત કરવા માટેના માર્ગ પર અનેક નવી પહેલોની દરખાસ્ત છે. ખાતાવહીએ આકાંક્ષી ભારતના સપનામાં એક મહત્ત્વની કડી તરીકે આરોગ્ય પર સ્પષ્ટ વાત કરી છે અને રેખાંકિત પણ કરી છે. આરોગ્ય ક્ષેત્ર માટે એકંદર ફાળવણીને વધારવામાં આવી છે અને ૨૦૧૯-૨૦માં રૂ. ૬૨,૬૫૯ કરોડથી ૨૦૨૦-૨૧માં રૂ. ૬૫,૦૧૧ કરોડ કરાઈ છે.
આમ તો આ નજીવો ૪ ટકાનો વધારો છે, પરંતુ સાચી રીતે જોઈએ તો લગભગ કોઈ વધારો નથી. સૌથી મોટી કેન્દ્ર સરકારની યોજના- નામે- રાષ્ટ્રીય આરોગ્ય યોજના લગભગ અડધો ખર્ચ લઈ જાય છે. તેને ખાતાવહીની ફાળવણીમાં કોઈ વધારો નથી મળ્યો. તે રૂ. ૩૩,૪૦૦ કરોડે જ રહે છે. આયુષમાન ભારત જે સરકારની પ્રમુખ યોજના છે, તેના બે ઘટકો છે જેમાં પીએમજય (આરોગ્ય વીમા યોજના) અને આરોગ્ય તેમજ સુખાકારી કેન્દ્રો (એચડબ્લ્યુસી)નો સમાવેશ થાય છે.
આયુષ્માન ભારત કાર્યક્રમે યોજનાની સફળતા પર જંગી દાવ લગાડ્યો છે પરંતુ વર્ષ ૨૦૨૦-૨૧ માટેની ફાળવણી અને પુનર્વિચારિત અંદાજથી યોજનામાં કોઈ વેગ આવશે તેમ લાગતું નતી. પીએમજય માટે પ્રસ્તાવિત ખાતાવહી વર્ષ ૨૦૨૦-૨૧ માટે રૂ. ૬,૪૦૦ કરોડનું હોવાનો અંદાજ છે જ્યારે આટલી જ રકમ ગયા વર્ષની ખાતાવહીમાં એકબાજુએ મૂકવામાં આવી હતી, પરંતુ રકમનો ઉપયોગ પસાર થયેલા વર્ષ સુધીમાં માત્ર ૫૦ ટકાએ જ હતો.
સરેરાશ, પીએમજય માટેની ફાળવણી વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના માટે પ્રતિ વર્ષ એક લાભાર્થી દીઠ રૂ. ૧૨૮ જેટલી તુચ્છ રકમ છે. બીજી બાજુ કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (સીજીએચએસ), જે એક બીજી વીમા યોજના છે, તેને પ્રતિ લાભાર્થી રૂ. ૮,૭૦૦ મળ્યા છે જે અસંતુલિત ખાતાવહી ફાળવણી દર્શાવે છે.
પીએમ યોજનાને તેના પ્રારંભનાં માત્ર બે જ વર્ષના સમયમાં પુનઃચેતનવંતી કરવાની જરૂરિયાતને ઓળખીને, ખાતાવહીએ ક્ષમતા વિસ્તરણ માટે ખાનગી ક્ષેત્ર દ્વારા મૂડીરોકાણને આકર્ષવા વાયેબિલિટી ગેપ ફંડિંગ જાહેર કર્યું. આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં ખાનગી મૂડીરોકાણ આવશે તેવી આશા સાથે આ કરવામાં આવ્યું. ખાતાવહી દ્વારા અન્ય જે પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યું તે છે આયાત કરવામાં આવતાં તબીબી સાધનો પર આરોગ્ય ઉપકર (હૅલ્થ સેસ) જેનો ઉપયોગ આ કાર્યક્રમ માટે કરવામાં આવશે.
આરોગ્ય અને સુખાકારી, અન્ય કાર્યક્રમ, જે બેએક વર્ષ પહેલાં શરૂ કરાયો હતો, તેને ઓછું ધ્યાન મળવાનું ચાલુ રહ્યું છે. આવતા નાણાકીય વર્ષ માટે તેને રૂ. ૧,૩૫૦ કરોડ રૂપિયાની ફાળવણી મળી છે. ગયા વર્ષની ખાતાવહીમાં પણ આ કાર્યક્રમને ફાળવણીમાં કોઈ વધારો નહોતો થયો.
ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે જે આજથી પાંચ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનવાની આકાંક્ષા ધરાવે છે. શું તેને માનવ વિકાસ સૂચકાંકમાં ૧૩૦મા ક્રમે રહેવાનું પોસાય? માનવ વિકાસના મહત્ત્વના ઘટક આરોગ્યની, સહારાના રણમાં આવેલા આફ્રિકી દેશો જેટલી ફાળવણી સાથે, અત્યંત ઉપેક્ષા કરવાનું ચાલુ રહ્યું છે.
આરોગ્ય કાળજી પર કેન્દ્ર અને રાજ્યોનું સંયુક્ત પ્રદાન જીડીપીના એક ટકાથી થોડું વધુ જેટલું ખૂબ જ નીચું રહે છે, જેમાં કેન્દ્ર માત્ર જીડીપીના ૦.૪ ટકા પ્રદાન કરે છે. જોકે અર્થતંત્રના નાણાકીય આરોગ્યએ દર્શાવ્યું છે કે દેશનો વેરા-જીડીપી ગુણોત્તર છેલ્લા બે દાયકામાં વિસ્તરતા અર્થતંત્ર સાથે અનેક ગણો વધ્યો છે, પરંતુ આરોગ્ય માટેની નાણાકીય જગ્યા આ સમયગાળા દરમિયાન ઘટતી જ ગઈ છે.
રાજ્ય સરકાર પર આરોગ્ય કાળજી પર ખર્ચ કરવાની જવાબદારી છે ત્યારે કેન્દ્ર પર પણ આ પ્રયાસમાં પ્રદાન કરવાનું વધુ નહીં તો સમાન જવાબદારી તો છે જ.
કેન્દ્રએ તેના ભાગે, વર્ષ ૨૦૨૫ સુધીમાં જીડીપીના ૨.૫ ટકા જેટલી આરોગ્ય કાળજીને ફાળવણી વધારવાના તેના વચનને પૂર્ણ કરવાનો હેતુ રાખવો જ જોઈએ, જેની કલ્પના વર્ષ ૨૦૧૭માં તેની રાષ્ટ્રીય આરોગ્ય નીતિમાં કરવામાં આવી હતી. જો ભારતે પાંચ ટ્રિલિયન ડૉલરનો આર્થિક દરજ્જો પ્રાપ્ત કરવો હોય તો આરોગ્યને તે જેને પાત્ર છે તેટલું ધ્યાન મળવું જ જોઈએ કારણકે આર્થિક વિકાસ માત્ર આરોગ્યમાં સુધારા તરફ જ નથી લઈ જતો પરંતુ વિકાસમાં આરોગ્યના હકારાત્મક પ્રદાનને અવગણી શકાય નહીં. ઉત્પાદક કાર્યબળ અને તંદુરસ્ત વસતિ જ અર્થતંત્રને નવા આદર્શ પરિવર્તન તરફ લઈ જવામાં મદદ કરશે અને શક્તિ પૂરી પાડશે.
(લેખક-સક્તિવેલ સેલ્વરાજ, તેઓ પીએચએફઆઈના ફાઇનાન્સિંગ એન્ડ પૉલિસી યૂનિટમાં હૅલ્થ ઇકૉનૉમિક્સના નિયામક છે અને ઉપર વ્યક્ત કરેલા વિચારો તેમના પોતાના છે.)