લોકસભા ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આજે તોઓ શનિવારે ઓડિશા પહોંચશે અને બે ચૂંટણીની રેલીને સંબોધિત કરશે. તેઓ પહેલા સુંદરગઢ અને ત્યાર બાદ સોનપુરમાં ચૂંટણી જનસભા કરશે.
ઓડિશાની સોનપુર એવી જગ્યા છે, જ્યાં 28 વર્ષમાં કોઇ વડાપ્રધાન આવ્યા જ નથી. આ પ્રથમ વખત બનશે, જ્યારે કોઇ વડાપ્રધાન 28 વર્ષ બાદ સોનપુરનો પ્રવાસ કરશે.