નવી દિલ્હીઃ આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર કાર્યક્રમની શરુઆત થઇ ચૂકી છે. વડા પ્રધાન મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના હેઠળ કરોડો લોકોને રોજગારી મળશે. વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ઉત્તર પ્રદેશ સરકારની પ્રશંસા કરી હતી.
PM મોદીના સંબોધનની અમુક પ્રમુખ વાતોઃ
- UPમાં 2017 પહેલા જે રીતે શાસન ચાલી રહ્યું હતું, જે રીતે સરકાર ચાલતી હતી, તે સ્થિતિમાં આપણે આ પરિણામોની કલ્પના પણ કરી શકતા ન હતા.
- પહેલી સરકાર હોત તો હોસ્પિટલની સંખ્યાનું બહાનું બનાવીને બેડની સંખ્યાનું બહાનું બનાવીને આ ચેતવણીને ટાળત.
- આજે ઉત્તર પ્રદેશના લોકોનું જીવન બચી રહ્યું છે, સુરક્ષિત થઇ રહ્યું છે.
- આ બધુ તે સ્થિતિમાં થયું જ્યારે દેશભરમાં લગભગ 30 લાખથી વધુ શ્રમિક તેમજ કામગાર, યૂપીમાં છેલ્લા અમુક અઠવાડિયામાં પોતાના ગામ પરત ફર્યા હતા.
- એક એ પણ દિવસ હતો, જ્યારે પ્રયાગરાજના સાંસદ દેશના વડા પ્રધાન હતા અને કુંભના મેળામાં ભાગદોડ મચી હતી, હજારો લોકો માર્યા ગયા હતા.
- ત્યારે આ સમયે જે લોકો સરકારમાં હતા, તેમણે બધો ભાર મૃતકોની સંખ્યા છુપાવવામાં લગાવ્યો હતો.
- જે મહેનત યૂપી સરકારે કરી છે, આપણે કહી શકીએ છીએ કે, અત્યાર સુધીમાં 85 હજાર લોકોનું જીવન બચાવવામાં તે સફળ થયા છે.
- આજે જો આપણે પોતાના નાગરિકોનું જીવન બચાવી શક્યા છીએ તો તે પણ ખૂબ જ સંતોષની વાત છે. પરંતુ કોરોનામાં યૂરોપના 4 મોટા દેશ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટલી તેમજ સ્પેનમાં મળીને 1.3 લાખ લોકોના મોત થયા છે. તેટલી જ જનસંખ્યાવાળા ઉત્તર પ્રદેશમાં 600 લોકોના જીવ ગયા છે.
- ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટલી, સ્પેન 200-250 વર્ષ સુધી દુનિયામાં સુપર પાવર રહ્યા, આજે પણ આ દેશોનો દબદબો છે.
- આ ચારેય દેશોની જનસંખ્યા લગભગ 24 કરોડ છે. યૂપીની જનસંખ્ય પણ તેટલી છે.
- આ ઉપલબ્ધિને યૂપીના લોકો પોતે અનુભવી રહ્યા છે, પરંતુ જો તમે આંકડા જાણો તો તમે પણ હેરાન થઇ જશો.
- તમે બધા લોકો મળીને યૂપીને જે રીતે મુશ્કેલીના સમયમાં સંભાળ્યો છે, આવનારા સમયમાં રાજ્યનો દરેક પરિવાર તેને યાદ રાખશે.
- ઉત્તર પ્રદેશના પ્રયાસ અને ઉપલબ્ધિઓ એ માટે વિરાટ છે, કારણ કે, તે માત્ર એક રાજ્યભર નથી, પરંતુ ઉત્તર પ્રદેશ દુનિયાના કેટલાય દેશથી મોટું રાજ્ય છે.
- તે પછી યૂપીના ડોકટર હોય, પેરામેડિકલ સ્ટાફ હોય, પોલીસકર્મી હોય, આશા-આંગણવાડી કાર્યકર્તા હોય, બેન્ક અને પોસ્ટ ઓફિસના સાથી હોય, પરિવહન વિભાગના સાથી હોય, શ્રમિક હોય, દરેકે પુરી નિષ્ઠા સાથે પોતાનું યોગદાન આપ્યું છે.
- તમે જે કર્યું છે તે પુરી દુનિયા માટે મિસાલ છે.
- ઉત્તર પ્રદેશના આંકડાએ દુનિયાના મોટા-મોટા એક્સપર્ટને ચકિત કરવાની અદ્ભુત ક્ષમતા છે.
- મને પુરો વિશ્વાસ છે કે, યોગીજીના નેતૃત્વમાં જે રીતે આફતને અવસરમાં ફેરવ્યું છે, તે રીતે દેશના અન્ય રાજ્યો પણ આ યોજના હેઠળ ખૂબ શીખવા મળશે. તેમને પણ આનાથી પ્રેરણા મળશે.
- યોગી સરકારે ન માત્ર તેમાં અનેક યોજનાઓ જોડી છે, લાભાર્થીઓની સંખ્યા વધારી છે, પરંતુ તેને આત્મનિર્ભર ભારતના લક્ષ્યની સાથે પુરી રીતે જોડ્યું છે.
- આજે આ શક્તિએ આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનને પ્રેરણા આપી છે.