ETV Bharat / bharat

ભવિષ્યમાં આવનારી કટોકટીનો સામનો કરવા માટે સામાજીક સુરક્ષામાં રહેલી ત્રુટીઓને દુર કરવી ખુબ જરૂરી: આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન

author img

By

Published : May 19, 2020, 3:21 PM IST

આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને પોતાની અખબારી યાદીમાં મહામારી દરમીયાન વિકાસશીલ દેશોમાં સામાજીક સુરક્ષા પુરી પાડવામાં રહેલી કેટલીક ત્રુટીઓને ઉજાગર કરી છે. ILO એ ચેતવણી આપી છે કે હાલમાં સામાજીક સુરક્ષમાં રહેલી ત્રુટીઓ આગામી દીવસોમાં રીકવરી પ્લાનને અસફળ બનાવી શકે છે, મોટા પ્રમાણમાં લોકોને ગરીબી તરફ ધકેલી શકે છે તેમજ ભવિષ્યમાં આવનારી આ પ્રકારની મહામારી સામેની લડત માટેની આપણી સામુહિક શક્તિને નકારાત્મક અસર પહોંચાડી શકે છે.

Plug social protection gaps in developing countries
કટોકટીનો સામનો કરવા માટે સામાજીક સુરક્ષામાં રહેલી ત્રુટીઓને દુર કરવી ખુબ જરૂરી:

હૈદરાબાદ: આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (ILO) ના તાજેતરના અહેવાલ પ્રમાણે, Covid-19 મહામારીને કારણે સામાજીક સુરક્ષામાં કેટલાક ત્રુટીઓ ઉભી થઈ છે અને આ ત્રુટીઓને ત્યારેજ નીવારી શકાશે અથવા ભવિષ્યમાં આવનારી સમસ્યાનો ત્યારે જ સામનો કરી શકાશે કે જ્યારે આ ત્રુટીઓને સામાજીક સુરક્ષમાં તબદીલ કરવામાં આવશે.

ILO દ્વારા પ્રસીદ્ધ કરવામાં આવેલા બે અહેવાલોમાં ચેતવણી આપવામાં આવી છે કે હાલમાં સામાજીક સુરક્ષમાં રહેલી ત્રુટીઓ આગામી દીવસોમાં રીકવરી પ્લાનને અસફળ બનાવી શકે છે, મોટા પ્રમાણમાં લોકોને ગરીબી તરફ ધકેલી શકે છે તેમજ ભવિષ્યમાં આવનારી આ પ્રકારની મહામારી સામેની લડત માટેની આપણી સામુહિક શક્તિને નકારાત્મક અસર પહોંચાડી શકે છે.

ILO દ્વારા પ્રસીદ્ધ કરવામાં આવેલા આ બંન્ને અહેવાલોમાં Covid-19ની મહામારી દરમીયાન વિકાસશીલ દેશોમાં લેવાયેલા સામાજીક સુરક્ષાના પગલાઓની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. આ પગલાઓમાં ગરીબો સુધી પહોંચાડવામાં આવેલા લાભનો પણ સમાવેશ થાય છે.

Covid-19 મહામારી દરમીયાન વિકાસશીલ દેશોમાં લેવાયેલા પગલાના સંદર્ભમાં સામાજીક સુરક્ષાને કંઈક આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે, “મહામારી દરમીયાન દરેક જરૂરીયાતમંદ વ્યક્તિને ટેકો આપવા માટેનુ એક સુવ્યવસ્થિત આયોજન.” સામાજીક સુરક્ષ માટે લેવાયેલા પગલાની તપાસના સંદર્ભમાં કેટલાક વિકાસશીલ દેશોએ શરૂ કરેલી સામાજીક સુરક્ષાની નીતિઓ, સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં નાણાકીય અવરોધો દુર કરવા, આવકની સલામતી વધારવી, અનૌપચારીક અર્થવ્યવસ્થામાં કામદારો સુધી પહોંચવુ, નોકરીઓ અને આવકની સલામતીની ખાતરી આપવી તેમજ સામાજીક સુરક્ષા, રોજગારી અને અન્ય પાયાની જરૂરીયાતો પહોંચાડવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આ અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, “વાઇરસ ગરીબ અને તવંગર વચ્ચે ભેદ કરતો નથી, તેની અસરો દરેક માટે સમાન હોય છે.” આ અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યુ છે કે દરેક લોકોને પોસાય તેવી, ગુણવત્તાયુક્ત આરોગ્યની સુવિધાઓ આપવી એ ‘જીવન અને મૃત્યુનો પ્રશ્ન’ બની ગયો છે.

આ અહેવાલમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે નીતિનીર્માતાઓએ માત્ર Covid-19 પર જ ધ્યાન ન આપવુ જોઈએ કારણકે તેના કારણે રોજીંદા જીવનમાં લોકોનો ભોગ લેતી અન્ય પરીસ્થીતિઓમાંથી લોકોને ઉગારવામાં આરોગ્ય પ્રણાલીઓની ત્રુટી સર્જાઈ શકે છે. તેમાં એક ઉદાહરણ પણ આપવામાં આવ્યુ છે કે કેવી રીતે ઈબોલા સામેની લડત દરમીયાન માત્ર ઈબોલા વાઇરસ તરફ ધ્યાન કેન્દ્રીત કરવાથી મેલેરીયા, ક્ષય અને HIV/AIDSથી થતા મૃત્યુની સંખ્યામાં વધારો થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.