ETV Bharat / bharat

વિશાખાપટ્ટનમની ફેક્ટરીમાં ફરી એક વખત ગેસ લીકેજ, અફરાતફરીનો માહોલ સર્જાયો - વિશાખાપટ્ટનમમાં દુર્ઘટના

વિશાખાપટ્ટનમની એક ફેક્ટરીમાં ગુરુવારે સ્ટાયરિન ગેસ લીક થયાને પગલે 11 લોકોના મોત નિપજ્યા હતા, ત્યાં જ ફરી એકવાર ગેસ લીક થયો હતો જેના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને NGT આજે શુક્રવારે સુનાવણી હાથ ધરશે.

વિશાખાપટ્ટનમમા ફરી ગેસ લીક થતા અફરાતફરી
વિશાખાપટ્ટનમમા ફરી ગેસ લીક થતા અફરાતફરી
author img

By

Published : May 8, 2020, 10:39 AM IST

આંધ્ર પ્રદેશ : રાજ્યના વિશાખાપટ્ટનમની એલજી પોલિમર ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર ગેસ લીક થવાની ઘટના બની હતી. 24 કલાકમાં વિશાખાપટ્ટનમમાં ફરી એકવાર કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીક થયો હતો. તેમાં પણ મહત્વના વાત એ છે કે, આ ગેસ જે પ્લાન્ટમાંથી ગતરોજ લીક થયો હતો તે જ પ્લાન્ટમાં ફરી લીક થયો હતો.

આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર અફરાતફરી મચી હતી. આ ઘટનાને પગલે ફાયર વિભાગની 60 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.

ગંભીર ઘટનાને પગલે તંત્રએ 5 કિલોમીટર વિસ્તારના લોકોને ખસેડ્યા છે. આ સમગ્ર ઘટનાની ગંભીરને ઘ્યાને લઇને NGT આજરોજ શુક્રવારે આ મામલે વધુ સુનાવણી હાથ ધરશે.

ઉલ્લેખનિય છે કે, ગતરોજ વિશાખાપટ્ટનમમાં સ્ટાયરીન ગેસ લીક થયો હતો. જેના પગલે 11 લોકોના મોત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.