નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણીમાં મળેલી એક પછી એક હારના કારણે કોંગ્રેસ પાર્ટીમાં ખડભડાટ મચ્યો છે. 11 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામ દરમિયાન કોંગ્રેસ નેતા જગદીશ શર્માએ દિલ્હીના કોંગ્રેસના પ્રભારી પીસી ચાકોએ રાજીનામની માગ કરી હતી.
બુધવાર સવારે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ અંગે પ્રતિક્રિયા આપી હતી. જેમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ થતાં આરોપ-પ્રત્યારોપની વાત કરી હતી. નોંધનીય છે કે, 15 વર્ષમાં સતત સત્તામાં રહેવાના પાર્ટીના મતમાં ઘટાડો થયો છે. હવે માત્ર 5 ટકા જ મત રહ્યાં છે. જ્યારે શીલા દિક્ષીતના નેતૃત્વમાં પાર્ટીને 40 ટકાથી વધુ મત મળતા હતા.
2013 વિધાનસભા ચૂંટણી
કોંગ્રેસને 24.55 ટકા મતો મળ્યા હતા. તેમજ વિધાનસભાની આઠ બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે શીલા દીક્ષિતને હરાવ્યાં હતાં. ‘આપ’ને આ ચૂંટણીમાં 29.49 ટકા મત મળ્યા હતા. તો ભાજપને 33.07 ટકા મત મળ્યા હતા અને 31 બેઠકો મળી હતી.
2015ની વિધાનસભાની ચૂંટણી
2015ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું જ ખુલ્યુ નથી, પરંતુ પાર્ટીને 9.8 ટકા મતો મળ્યા. જ્યારે ભાજપને 32.1 ટકા મતો મળ્યા હતા.