ETV Bharat / bharat

અભિનેત્રી પાયલ ઘોષનો અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આક્ષેપ, કંગના આવી સમર્થનમાં

હાલ બૉલિવુડ અને બૉલિવૂડ સ્ટાર્સ ખુબ જ ચર્ચા છે. પછી તે કંગના હોય સોનુ સુદ હોય, રિયા, મહેશ ભટ્ટ કે કોઈ પણ હોય. એવામાં અભિનેત્રી પાયલ ઘોષે ટ્વિટ કરી અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેણે પીએમ નરેન્દ્ર મોદી પાસે મદદ પણ માગી છે.

author img

By

Published : Sep 20, 2020, 8:06 AM IST

Updated : Sep 20, 2020, 12:29 PM IST

Payal Ghosh
Payal Ghosh

મુંબઈઃ બૉલિવૂડ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર અભિનેત્રી પાયલ ઘોષે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં આ અંગે ખુલાસો કરતાં ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માગી છે. તો બીજી બાજુ હાલ ખુબ જ ચર્ચામાં રહેતી કંગના રનૌતે પાયલના સમર્થનમાં ટ્વિટ કર્યુ છે.

પાયલ ઘોષે અનુરાગ પર યૌન શોષણનો આક્ષેપ કરતાં ટ્વિટ કર્યુ કે, 'અનુરાગ કશ્યપે બહુ ખરાબ રિતે મારા પણ દબાણ કર્યુ હતું.' આ સાથે પાયલે પીએમઓ ઈન્ડિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટૈગ કરી લખ્યું કે, 'આના પર એક્શન લ્યો અને દેશના ક્રિએટિવ માણસ પાછળ છુપાયેલા રાક્ષસને બહાર કાઢો. હું જાણું છું આ વાતથી મને નુકસાન પહોંચી શકે છે. મારી સુરક્ષા પર જોખમ છે, મહેરબાની કરીને મારી મદદ કરો.'

payal ghosh
પાયલ ઘોષનું ટ્વિટ

લાગે છે કે મી ટુ ઝુંબેશ ફરી શરૂ થઈ શકે છે. એક પછી એક અભિનેત્રીઓ પોતાની સાથે થયેલી જાતીય સતામણીના અનુભવને શેર કરી મદદ માગી રહી છે. પાયલના આ ટ્વિટ બાદ અભિનેત્રી કંગના રનૌત તેના સમર્થનમાં આવી છે.

કંગના રનૌતે પાયલનો સાથ આપતાં ટ્વિટ કર્યુ કે દરેક અવાજનું મહત્વ છે. આ સાથે કંગનાએ #MeToo અને #ArrestAnuragKashyap પણ લખ્યું છે.

પાયલ ઘોષ એક જાણીતી અભિનેત્રી છે. જેણે અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. વધુમાં તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને કેટલાય મુદ્દા પર નીડરતાથી પોતાનો મત આપતી હોય છે.

Last Updated : Sep 20, 2020, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.