ETV Bharat / bharat

છત્તીસગઢઃ 15 સંસદીય સચિવોએ શપથ લીધાં - sansdeey sachiv

છત્તીસગઢમાં 15 સંસદીય સચિવોએ પદના શપથ લીધા. મુખ્યપ્રધાન ભુપેશ બઘેલએ સંસદીય સચિવોને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા. સોમવારે છત્તીસગઢ સરકારે 15 સંસદીય સચિવના નામની જાહેરાત કરી હતી. શપથ ગ્રહણ કાર્યક્રમ સીએમ હાઉસ ખાતે યોજાયો હતો.

parliamentary-secretaries-took-oath-in-chhattisgarh
છત્તીસગઢઃ 15 સંસદીય સચિવોએ શપથ લીધાં
author img

By

Published : Jul 14, 2020, 6:06 PM IST

રાયપુરઃ છત્તીસગઢમાં 15 સંસદીય સચિવોએ પદના શપથ લીધા. મુખ્યપ્રધાન ભુપેશ બઘેલએ સંસદીય સચિવોને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા. સોમવારે છત્તીસગઢ સરકારે 15 સંસદીય સચિવના નામની જાહેરાત કરી હતી. શપથ ગ્રહણ કાર્યક્રમ સીએમ હાઉસ ખાતે યોજાયો હતો. કસડોલના ધારાસભ્ય શકુંતલા સાહુ, રાયપુર પશ્ચિમના ધારાસભ્ય વિકાસ ઉપાધ્યાય અને કુંકુરીના ધારાસભ્ય યુડી મિંજ સહિતના તમામ સંસદીય સચિવોએ શપથ લીધા છે.

સંસદીય સચિવોની નિમણૂકમાં ભાજપના મોટા નેતાઓને હરાવતા ધારાસભ્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. માત્ર 2 ધારાસભ્યો ચિંતામણિ મહારાજ અને પરસનાથ રાજવાડેને બાદ કરતાં, બાકીના પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. મહિલા કોટાના 3 ધારાસભ્યો શકુંતલા સાહુ, અંબિકા સિંઘદેવ અને રશ્મિ આશિષ સિંઘને તક મળી છે. રાયપુર પશ્ચિમના ધારાસભ્ય વિકાસ ઉપાધ્યાયને રાજધાનીથી પસંદ કરવામાં આવ્યા છે.

સંસદીય સચિવો તરીકે નિયુક્ત ધારાસભ્યોમાં રાયપુર વિભાગના 5 ધારાસભ્યો, સરગુજાના 4 ધારાસભ્યો, દુર્ગના 3 ધારાસભ્યો, બસ્તરના 2 અને બિલાસપુરના 1 ધારાસભ્યોન સમાવેશ થાય છે.

સંસદીય સચિવોનાં નામ

  • દ્વારકાધીશ યાદવ, ધારાસભ્ય, ખલ્લારી
  • વિનોદ સેવાલાલ ચંદ્રકર, ધારાસભ્ય, મહાસમુંડ
  • ચંદ્રદેવ રાય, ધારાસભ્ય, બિલાઈગઢ
  • શકુંતલા સાહુ, ધારાસભ્ય, કસડોલ
  • વિકાસ ઉપાધ્યાય, ધારાસભ્ય, રાયપુર વેસ્ટ
  • અંબિકા સિંઘદેવ, ધારાસભ્ય, બૈકુંઠપુર
  • ચિંતામણી મહારાજ, ધારાસભ્ય, સમરી
  • યુ.ડી. મિંજ, ધારાસભ્ય, કુંકુરી
  • પારસનાથ રાજવાડે, ધારાસભ્ય ભટગાંવ
  • ઇન્દ્રશાહ માંડવી, મોહલા માનપુર
  • કુંવરસિંહ નિશાદ, ગુંધર દેહી
  • ગુરુદયાલસિંહ બાંજરી, નવાગઢ
  • રશ્મિ આશિષ સિંઘ, તખતપુર
  • શિશુપાલ સોરી, કાંકેર
  • રેખાચંદ જૈન, જગદલપુર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.