PM મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ભાગ લેશે. 'પરીક્ષા પર ચર્ચા' સવારે 11 વાગે તાલકટોરા સ્ટેડિયમમાં કરાશે. આ કાર્યક્રમમાં આ વખતે વિશેષ રીતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને વડાપ્રધાન પોતાના મની વાત કહેવા અને પ્રશ્ન પૂછવાની તક આપશે.
વડાપ્રધાનની 'પરીક્ષા પર ચર્ચા'નો ત્રીજો ભાગ છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાનને સીધો પ્રશ્ન પુછવાની સુવિધા હોય છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જ વિદ્યાર્થીઓને સીધા વડાપ્રધાન સાથે જોડવાનો છે અને તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈ પરીક્ષા આપે.
કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકના અનુસાર, દિવ્યાંગ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં વિશેષ રીતે રસ દાખવ્યો છે.
આ વખતના કાર્યક્રમમાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ પણ જોડાશે. ઈટીવી ભારતના દર્શકો આ કાર્યક્રમનું સીધુ પ્રસારણ સવારે 11 કલાકે ETV ભારત મોબાઈલ એપ પર લાઈવ નિહાળી શકશે. તો જોડાયેલા રહો ઈટીવી ભારત ગુજરાત સાથે દેશ-દુનિયાના સમાચારો માટે...