ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સૈનિકોએ ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન - બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે સતત ત્રીજા દિવસે પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખા પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

સુરક્ષા દળો પર ફાઇરિંગ
સુરક્ષા દળો પર ફાઇરિંગ
author img

By

Published : Aug 5, 2020, 11:31 PM IST

શ્રીનગર: બુધવારે સતત ત્રીજા દિવસે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે, "પાકિસ્તાની સૈન્યએ સાંજના સાત કલાકની આસપાસ પૂંછ જિલ્લાના માનકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખાની બાજુમાં નાના હથિયારો અને મોર્ટારથી ફાયરિંગ શરૂ કર્યું હતું. જેનો ભારતીય સેના વળતો જવાબ આપી રહી છે."

બંને તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવી હતી. પાકિસ્તાન આ વર્ષના પ્રારંભથી જમ્મુ-કાશ્મીરમાં સીમા રેખા પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 2,720થી વધુ વખત સીઝફાયર કરી ચુક્યું છે, જેમાં 21 નાગરિકોના મોત નિપજ્યા છે અને 94 લોકો ઘાયલ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.