ભારતીય સૈન્યના સૂત્રોના મતે સરહદી વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકોની સંખ્યા 2000 જેટલી છે. પાકિસ્તાની સૈન્યએ એવા સમયમાં એલઓસી પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે જ્યારે તે કાશ્મીરમા એકવાર ફરી આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યુ છે. આ ઉપરાંત પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા હવાતીયા મારી રહ્યુ છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં આતંકી કેમ્પ પણ ચાલી રહ્યા છે. તેમજ આતંકી પ્રવૃતિઓમાં યુવાનોની મોટાપાયે ભરતી ચાલી રહી છે. પાકિસ્તના સેનાની સુરક્ષાકવચ વચ્ચે આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરાવવાની પણ કોશિશ કરી શકે છે.
ગુરુવારે ભારતે UAPA અંતર્ગત હાફિઝ સઈદ, દાઉદ ઈબ્રાહીમ, મસૂદ અઝહર અને લખવીને આતંકવાદી જાહેર કર્યા પછી સરહદ પર સૈનિકોની તૈનાતી તેની પ્રતિક્રિયા ગણાઈ રહી છે.