ETV Bharat / bharat

BSF એ ગુજરાત તટ સાથે જોડાયેલા વિસ્તારોમાં સતર્કતા વધારી

બીએસએફે એક નિવેદનમાં કહ્યું કે, અત્યાર સુધીમાં મે થી ઓગસ્ટની વચ્ચે લગભગ ચાર મહિનામાં બીએસએફ, પોલીસ તટરક્ષક બળ અને નૌસેના ક્રીક અને જખાઉ તટથી ચરસના એક-એક કિલોગ્રામના 1309 પેકેટ જપ્ત કર્યા છે.

BSF
BSF
author img

By

Published : Aug 14, 2020, 7:01 AM IST

નવી દિલ્હીઃ સીમા સુરક્ષા બળે કહ્યું કે, તેમણે પાકિસ્તાન સાથે જોડાયેલા માદક પદાર્થ વેપારના 'નવા પ્રારુપ' સામે આવવાથી ગુજરાત તટ સાથે જોડાયેલા વિસ્તારોમાં સતર્કતા વધારી છે. કારણ કે, ચાર મહીનામાં 1300 કિલોગ્રામથી વધુ ચરસ જપ્ત કર્યા છે.

બીએસએફની ભુજ એકમે બુધવારે કચ્છના તટીય વિસ્તારમાં જખાઉ નજીક ત્રણ કિલોગ્રામ ચરસ જપ્ત કર્યું છે. સીમા સુરક્ષા બળે કહ્યું કે, તેણે આ જપ્તીમાં તે મેળવ્યું છે, જે માદક પદાર્થોની ચોરી માટે અરબ સાગર માર્ગનો ઉપયોગ કરનારા માદક પદાર્થ કાર્ટલ તરફ ઇશારો કરે છે.

બીએસએફે એક નિવેદનમાં કહ્યું કે, અત્યાર સુધીમાં મે થી ઓગસ્ટની વચ્ચે લગભગ ચાર મહિનામાં બીએસએફ, પોલીસ તટરક્ષક બળ અને નૌસેના ક્રીક અને જખાઉ તટથી ચરસ હશીશના એક-એક કિલોગ્રામના 1309 પેકેટ જપ્ત કર્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, જપ્ત કરેલા ચરસના બધા પેકેટ લગભગ સમાન પ્રિન્ટના છે અને તેનું પેકેજિંગ પણ એક સરખું છે. આ બધા જખાઉની નજીક 58 કિલોમીટર લાંબા સમુદ્ર તટ પરથી મળી આવ્યા છે. જેને ગુજરાતમાં અરબ સાગર તટથી ભય સામે આવ્યો છે અને ગુજરાત તટ અને ક્રીક વિસ્તારમાં સતર્કતા વધારવામાં આવી છે.

અર્ધસૈનિક બળે માહિતીનો હવાલો આપતા કહ્યું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ કરાચી તટ નજીક આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખાની નજીક સમુદ્રમાં નશીલા પદાર્થની જપ્તી માટે એક નવું અભિયાન સંચાલિત કર્યું છે.

બીએસએફે કહ્યું કે, લગભગ 11,000 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો છે. જેમાં હેરોઇન, ચરસ, બ્રાઉન આઇસ, ક્રિસ્ટલ, સિન્થેટિક હેરોઇન અને અફીણનો સમાવેશ છે. જેની કિંમત 2200 કરોડથી પણ વધુ છે. એમ પણ જાણવા મળ્યું છે કે, પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દ્વારા રોક લગાવવા પર નાસી છૂટેલી અમુક નાવડીઓ કરાચી પાસે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખા નજીક સમુદ્રમાં પોતાના માલ ફેંકી દે છે.

વધુમાં જણાવીએ તો પ્લાસ્ટિકની બોરિયોમાં પેક કર્યા બાદ, ફોજી ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશન, પાકિસ્તાન, 46 યૂઆરઇએ, એસઓએનએ બ્રાન્ડની નશીલી દવાઓની ચોરી યૂએઇ, સાઉદી અરબ, આફ્રિકા અને બાકી દક્ષિણ એશિયાના ભાગોમાં કરાચી તટ પાકિસ્તાનથી દૂર એક નાના તટીય ગામથી કરવામાં આવી છે.

બીએસએફે કહ્યું કે, ગુજરાત તટ નજીકથી જપ્ત કરવામાં આવેલા માદક પદાર્થના પેકેટ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દ્વારા જપ્ત કરાયેલા પેકિંગને સમાન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.