જોધપુરઃ રાજસ્થાનમાં સીબીઆઈની જોધપુર કોર્ટે વાજપેયી સરકારમાં પ્રધાન રહી ચુકેલા અરુણ શૌરી વિરુદ્ધ કેસ દાખલ કરવા આદેશ આપ્યો છે. જજ પીકે શર્માએ ઉદયપુરના લક્ષ્મી પેલેસ હોટલને સાડા સાત કરોડ રૂપિયામાં વેચવા મામલે અરુણ શૌરી સહિત પાંચ લોકો પર છેતરપિંડી પર અને ભ્રષ્ટાચાર મામલે કેસ દાખલ કરવા આદેશ આપ્યો છે.
વર્ષ 2002માં રોકાણ મંત્રાલય દ્વારા તત્કાલીન સચિવ પ્રદિપ બૈઝલ પર કેન્દ્ર સરકારના કેટલાક અધિકારી અને ખાનગી લોકો પર મૈસર્સ લક્ષ્મી વિલાસ પેલેસ હોટલ ઉદયપુરને 252 કરોડના બદલે સાડા સાત કરોડમાં વેચી દેવાનો આરોપ છે. આ અંગે સીબીઆઈએ 2014માં FIR દાખલ કરી હતી. બાદમાં સીબીઆઈએ તપાસ કરી અંતિમ રિપોર્ટ રજૂ કર્યો હતો. સીબીઆઈ કોર્ટે ફરી વાર આ મામલા અંગે તપાસ કરવા સીબીઆઈને જણાવ્યું હતું.
CBI એ આ વખતે પણ જૂના તથ્યોને જણાવી રિપોર્ટ રજૂ કર્યો હતો. જેને આધારે સીબીઆઈ કોર્ટે પૂર્વ પ્રધાન અરુણ શૌરા સહિત અને કેટલાક લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવા અરજી કરી છે.