નવી દિલ્હી : કોરોનાના કહેર વચ્ચે રેલ સેવા બાદ હવે દેશમાં હવાઈ સેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેશમાં તમામ ડોમેસ્ટીક ફ્લાઈટની સેવાને રદ્દ કરવામાં આવી છે. આ આદેશ 24 માર્ચની મધ્યરાત્રિથી લાગુ થશે.
જેનાથી કાર્ગો ફ્લાઇટ્સ પર કોઈ અસર પડશે નહી. કોરોના વાઈરસની અસર રેલવે વિભાગ પર પડી છે. રેલવે વિભાગે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા પર નિયંત્રણ માટે પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો તો હવે કોરોનાની મહામારી વચ્ચે દેશની રેલ સેવા બાદ હવાઈ સેવા પર પણ બ્રેક લગાવવામાં આવી છે.
દર વર્ષ 144.7 મિલિયન યાત્રી હવાઈ મુસાફરી કરે છે. દેશમાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. જેના પગલે અત્યાર સુધીમાં 415 કેસ સામે આવ્યા છે. તો 7 લોકોના મૃત્યુ પણ થયા છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 434 છે. માત્ર 24 કલાકમાં 50થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે.
દિલ્હી, રાજસ્થાન, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મૂ-કાશ્મીર , તેલગંણા, આંધપ્રદેશ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં કોરોના વાઈરસથી 31 માર્ચ સુધી લૉક ડાઉન કરવામાં આવ્યું છે. આ સિવાય ઉત્તર પ્રદેશના 16 જિલ્લાઓમાં પણ લૉક ડાઉન કરાયું છે.