મધ્યપ્રદેશ: 12 જ્યોતિર્લિંગોમાંના એક, ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરને અનલોક 1 પછી, અમુક નિયમ અને શરતો સાથે દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા, પરંતુ ઉજ્જૈનમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
છેલ્લા 5 દિવસમાં કોરોનાના 45 નવા કેસ સામે આવ્યા છે. મોટાભાગના સંક્રમિત દર્દીઓ એવા છે કે, જેઓ અન્ય શહેરો અને રાજ્યમાંથી ઉજ્જૈન આવ્યા હતા, આ સંદર્ભે મહાકાલ મંદિર સમિતિએ એક નિર્ણય લીધો છે, જે અંતર્ગત મહાકાલ મંદિરમાં આગામી નિર્ણય સુધી માત્ર મધ્યપ્રદેશના રહેવાસીઓ દર્શનનો લાભ લઈ શકશે.
મહાકાલેશ્વર મંદિરના દર્શન ઓનલાઇન અને ફ્રી બુકિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહ્યા છે, તેથી મંદિર વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, બીજી વેબસાઇટ પર, અમે ટૂંક સમયમાં જ ભક્તોને લેખિત માહિતી મોકલીશું કે, જે મધ્યપ્રદેશમાં બહારથી આવે છે, તે લોકો મંદિર કમિટી દ્વારા આગામી નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ, અહીં આવવાનું મુલતવી રાખે.