રાજસ્થાનઃ રાજ્યના કેટલાંક ગામડાઓમાં આજે પણ ઈન્ટરનેટ કનેક્ટિવીટી તો દૂર સામાન્ય ફોન કરવા માટે સિગ્નલ મેળવવું મુશ્કેલ છે, ત્યારે ઓનલાઈન અજ્યુકેશન વિદ્યાર્થીઓ માટે અઘરું સાબિત થઈ રહ્યું છે. શિક્ષણ મેળવવાના જુસ્સા અને જીવનમાં સફળતા મેળવવાના ઉત્સાહ સાથે એક વિદ્યાર્થી ગામથી દૂર આવેલી ટેકરી પર ચઢીને ભર-તાપમાં અભ્યાસ કરી રહ્યો છે.
કોરોના મહામારીના કારણે સ્કૂલ-કૉલેજ છેલ્લા 4 મહિનાથી બંધ છે. એવામાં શૈક્ષણિક કાર્ય શરૂ રાખવા માટે ઓનલાઈન શિક્ષણ ટ્રેન્ડ ચાલુ કરાયો છે. જેથી ઈન્ટરનેટ ક્નેક્ટીવીટી ખૂબ જરૂરી બની છે. પરંતુ રાજસ્થાનના કેટલાંક ગામડાઓમાં ત્યારે તો ફોન માટે નેટવર્ક મળતું નથી. ત્યાં ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે માથાનો દુઃખાવો બન્યો છે. આવી એક ઘટના બાડમેરના હરીશ કુમારના ઘરમાં જોવા મળે છે. જેના ઘરે ઈન્ટરનેટ કનેક્ટ થતું ન હોવાથી તેને 2 કિલોમીટર દૂર આવેલી ટેકરી પર ધોમ-ધખતા તાપમાં ભણવા માટે મજબૂર બન્યો છે.
બાડમેર જિલ્લા મુખ્યાલયથી આશરે 20 કિલોમીટર દૂર આવેલા દરૂડા ગામમાં રહેતો હરીશ કુમાર જિલ્લાના પચદરા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણમાં 7નો વિદ્યાર્થી છે. જે કોરોના મહામારીના કારણે સ્કૂલ બંધ હોવાના કારણે છેલ્લા અઢી મહીનાથી સ્કૂલે ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા છે. પરંતુ તેના ઘરે ઈન્ટરનેટ કનેક્ટ થતું ન હોવાથી તે પોતાના ઘરથી 2 કિલોમીટર દૂર આવેલી ટેકરી ચઢીને સવારે 8થી 1 વાગ્યા સુધી અભ્યાસ કરી રહ્યો છે. પરંતુ ત્યાં પણ ઈન્ટરનેટ પ્રોપર કનેક્ટ થતું ન હોવાથી તેને ભારે હાલાકી વેઠવી પડે છે. તેમ છતાં તે શિક્ષણ મેળવવાની તેની ભૂખ અને જુસ્સાના કારણે અનેક તે તમામક મુશ્કેલીઓ વેઠીને સમયસર ક્લાસ ભરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
હરીશ આ અંગે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે શાળાઓ બંધ હતી, પરંતુ હવે શાળાએ ઓનલાઇન વર્ગો લેવાનું શરૂ કરી દીધું છે. ગામમાં ઇન્ટરનેટની એક મોટી સમસ્યા છે. એટલે હું ઘરેથી 2 કિ.મી. દૂર ટેકરી પર ચઢીને ઓનલાઇન ક્લાસ ભરું છું.