લાતેહારઃ ક્યારેક લાલ આતંક માટે બદનામ ઝારખંડના લાતેહારમાં બદલાવનો દોર શરૂ થઇ ચૂક્યો છે. અહીંના બાળકો શિક્ષણની અલખ જગાવીને આશાઓની દૂનિયામાં પોતાની સફળતા પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહ્યા છે, પરંતુ કોરોનાના કાળમાં ઓનલાઇન ક્લાસની વચ્ચે ડિજિટલ ડિવાઇડની વધતી જતી ખીણે તેમના સપનાઓને ગ્રહણ લગાડ્યું છે. આ જિલ્લામાં ફેમસ નેતરહાટ શાળા પણ છે, પરંતુ ગામડાઓના બાળકોને સારી શિક્ષા મળતી નથી.
લાતેહારની આબોહવામાં દારૂ-ગોળાની ગંધ ફેલાયેલી રહેતી હતી. મોટા લોકોની સાથે સાથે બાળકો પણ લાલ સલામની જાળમાં ફંસાયેલું જીવન જીવી રહ્યાં હતાં. એવામાં બાળકોના મનમાં જાગૃતતા વધી કે શિક્ષણ જ એક માધ્યમ છે, જેના દ્વારા પોતાના ભવિષ્યમાં સુધારો કરી શકાશે. બાળકો આ ફેરફાર તરફથી ધીરે-ધીરે વધી રહ્યાં હતા, પરંતુ લોકડાઉને ફરીથી ગ્રહણ લગાડ્યું છે. લાતેહારમાં દશકો સુધી નક્સલીઓને કારણે વિકાસનો એક પગલું પણ ઉઠાવવામાં આવ્યું ન હતું. જ્યારે ગ્રામીણોને વિકાસનું મહત્વ સમજાયું તો તે પોતાના બાળકોને શાળાએ મોકલતા થયા હતા. જિલ્લામાં કુલ 1 હજાર 234 શાળા છે, જેમાં લગભગ 1 લાખ 49 હજાર બાળકો ભણે છે. આ બાળકો પોતાના ભવિષ્ય સારું બનાવી શકે તે પહેલા જ કોરોના મહામારીને લીધે શાળાઓ બંધ થઇ છે. રાજ્ય સરકારે વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ ઝારખંડમાં ઓનલાઇન ક્લાસ શરૂ કર્યા છે, પરંતુ લાતેહારના બાળકો તેનો ફાયદો લઇ શકતા નથી.
ઓનલાઇન ક્લાસમાં માત્ર 27 ટકા બાળકો
આ જિલ્લો એટલો પાછળ છે કે, વધુ લોકોની પાસે સ્માર્ટ ફોન નથી. જેમની પાસે સ્માર્ટ ફોન છે, તો ઇન્ટરનેટ નથી. જે બાળકોના અભિભાવકોની પાસે સ્માર્ટ ફોન છે, તે કામથી બહાર રહે છે. શિક્ષા વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ અનુસાર માત્ર 27 ટકા બાળકો જ ઓનલાઇન ક્લાસ મેળવી શકે છે. જો કે, જે બાળકો ઓનલાઇન ભણી શકે છે, તે તેનાથી ખુશ છે. બ્યુટી કુમારી અને રૂપા કુમારી તે અમુક ખુશનસીબોમાંના છે. જેમણે ઓનલાઇન ભણતરની સુવિધા સમયસર મળી રહી છે. જ્યાં રુપેશ કુમાર, અજય ટાના ભગત અને મુકેશ ઉરાંવ જેવા મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળા બંધ થવાથી શિક્ષણ મેળવી શકતા નથી.
ભુલકાઓના ભવિષ્યની ચિંતા
અભિભાવકોએ જણાવ્યું કે, શહેરી વિસ્તારના બાળકોની પાસે તો ભણતરના કેટલાય સાધનો છે, પરંતુ ગ્રામિણ વિસ્તારોમાં મોટી સમસ્યા છે. એક બાળકના પિતા દિનેશ ઉરાંવે ઇટીવી ભારતને જણાવ્યું કે, એક જ ઉપાય છે કે, ઘરે-ઘરે જઇને બાળકોને ગાઇડલાઇન આપે. તો વધુ એક અભિભાવક સોમર ઉરાંવે કહ્યું કે, ગામડાઓમાં ઓનલાઇન ક્લાસ સફળ નહીં થઇ શકે, કારણ કે, કોઇ વીજળીની સમસ્યા તો કોઇ નેટવર્કની સમસ્યા છે. તેમના બાળકોને મોબાઇલ ચલાવતા પણ આવડતું નથી. હેરહંજ સ્કૂલ પ્રબંધન સમિતિના અધ્યક્ષ વિનાયક કુમાર અને શિક્ષક વિકાસ જાયસ્વાલની માનીએ તો પોતાના સ્તર પર એક-એક કરીને બાળકોને મળે છે, પરંતુ બધાને મળવું અને ભણાવવું શક્ય નથી. વિનય કુમારે જણાવ્યું કે, તેમની શાળામાં ડોઢસોથી વધુ અભિભાવકોના બાળકો ભણી રહ્યા છે. પરંતુ માત્ર 21 અભિભાવક જ વ્હોટ્સ ગ્રુપ સાથે જોડાયેલા છે. એવામાં ઓનલાઇન શિક્ષાનું સત્ય બહાર આવે છે. શિક્ષક વિકાસ જાયસવાલે કહ્યું કે, લોકો પોતાના સ્તરથી ઓનલાઇનની સાથે-સાથે વન-ટૂ-વન ગ્રામિણો સાથે મળીને બાળકોના ભણતરને લઇને દિશા-નિર્દેશ આપતા રહે છે, પરંતુ કેટલાય વિસ્તાર એવા છે, જ્યાં ના નેટવર્ક છે ના તો કોઇ પાસે મોબાઇલ છે. એવા વિસ્તારોમાં ઓનલાઇન શિક્ષા અસંભવ છે. જિલ્લાના સમાજસેવી પ્રદીપ યાદવ અનુસાર ભણતર શહેરી અને ગ્રામિણ ક્ષેત્રના બાળકોની વચ્ચે શિક્ષામાં અંતર પેદા કરે છે. એવામાં ભુલકાઓનું ભવિષ્ય જોખમમાં છે.
અધિકારીઓના પાસે નથી નિરાકરણ
લાતેહાર જિલ્લા શિક્ષા વિભાગ આ સમસ્યાઓથી અજાણ છે. લાતેહારર બુનિયાદી વિદ્યાલયના પ્રધાનાધ્યાપક બલરામ ઉરાંવ અને જિલ્લા શિક્ષા અધીક્ષક છઠ્ઠુ વિજય સિંહ સરકારના કામોને ગણાવી રહ્યા છે. તેમણે પણ એ જાણ છે કે, 73 ટકા છાત્ર ઓનલાઇન ક્લાસ લઇ શકતા નથી. તેમણે કહ્યું કે, જિલ્લામાં 27 ટકા અભિભાવક ઓનલાઇન એજ્યુકેશન સાથે જોડાયેલા છે. તેના મોબાઇલમાં ટીચિંગ મટિરિયલ મોકલવામાં આવે છે, અન્ય વિદ્યાર્થીઓની શિક્ષા માટે પણ વિભાગના કર્મીઓ અને શિક્ષક પુરી રીતે જોડાયેલા છે. તેમણે વિશ્વાસ છે કે, બાકી છાત્રોનું ભણતર અટકશે નહીં, આ કામ કઇ રીતે કરવું તેનો કોઇ જવાબ તેમની પાસે નથી.
ઝારખંડના પછાત જિલ્લાઓમાં કમોબેશ લાતેહાર જેવી જ સ્થિતિ છે. ઝારખંડ શિક્ષા પરિયોજનાની રિપોર્ટ અનુસાર રાજ્યની સરકારી શાળામાં ભણતા 74 ટકા બાળકો સુધી ડિજિટલ કન્ટેન્ટ પહોંચતું નથી. આ ડિજિટલ ખીણ એટલી ઉંડી થતી જઇ રહી છે, જેને સરખી કરવામાં ઘણો સમય લાગી જશે અને તે પણ ત્યારે જ સંભવ છે જ્યારે સરકારી સિસ્ટમ સાથે જોડાયેલા લોકો તેને ગંભીરતાથી લેશે.