ETV Bharat / bharat

'વન નેશન વન રેશનકાર્ડ' યોજના આવતા વર્ષે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે: રામવિલાસ

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે, આવતા વર્ષે 31 માર્ચ સુધીમાં 'વન નેશન વન રેશનકાર્ડ' યોજનાનો અમલ સમગ્ર દેશમાં કરવામાં આવશે. આ યોજના સાથે અત્યાર સુધીમાં 20 રાજ્યો જોડાયેલા છે. આ યોજના દ્વારા, તમે કોઈપણ રાજ્યમાં તમારા રેશનકાર્ડમાંથી સરકાર તરફથી પ્રાપ્ત ખાદ્ય ચીજો લઈ શકો છો.

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાન
કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાન
author img

By

Published : Jun 15, 2020, 10:53 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય ગ્રાહક બાબતોના ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને કહ્યું છે કે, 31 માર્ચ, 2021 સુધીમાં 'વન નેશન વન રેશનકાર્ડ' યોજના દેશભરમાં લાગુ કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2020 ના રોજ, 12 રાજ્યો આ યોજના સાથે સંકળાયા હતા.

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે 1 જાન્યુઆરી, 2020 ના રોજ આ યાદીમાં આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ત્રિપુરા ઉમેરવામાં આવ્યા હતા.તેમણે કહ્યું કે 1 મે, 2020 ના રોજ બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, દમણ દીવ (દાદર નગર હવેલી) આ યોજના સાથે જોડાયેલા હતા. 1 જૂનના રોજ ઓડિશા, સિક્કિમ, મિઝોરમ આ યોજના સાથે સંકળાયેલા હતા. 1 ઓગસ્ટના રોજ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, મણિપુર પણ ઉમેરવામાં આવશે.

પાસવાને જણાવ્યું હતું કે 31 માર્ચ 2021 સુધી લદ્દાખ, તમિલનાડુ, લક્ષદ્વીપ, જમ્મુ-કાશ્મીર, છત્તીસગઢ,, આંદામાન અને નિકોબાર, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, દિલ્હી, મેઘાલય, આસામ, પુડુચેરી, ચંદીગઢ પણ આ 'વન નેશન વન રેશનકાર્ડ' યોજના હેઠળ ઉમેરવામાં આવશે. 31 માર્ચ 2021 સુધીમાં, આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.

'વન નેશન વન રેશનકાર્ડ' યોજનાનો લાભ ફક્ત તે જ લોકોને મળશે જેની પાસે રેશનકાર્ડ હશે. આ યોજના અંતર્ગત જે લોકો પાસે રેશનકાર્ડ છે તે કોઈપણ રાજ્યની સરકારી રેશનની દુકાનમાંથી અનાજની ખરીદી કરી શકે છે. આખા દેશમાં એક જ રેશનકાર્ડ માન્ય રહેશે.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના 81 કરોડ લાભાર્થીઓ જાહેર વિતરણ પ્રણાલી દ્વારા રેશનની દુકાનમાંથી રૂપિયા 2 ના ભાવે ઘઉં અને અન્ય અનાજ ખરીદી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.