નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબદુલ્લાને પબ્લિક સેફ્ટી માટે કસ્ટડીમાં લેવાયા હતાં. જેના વિરૂદ્ધ બહેન સારાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સારા પાયલટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી પોતાના ભાઇ ઓમર માટે જમીનની માગ કરી હતી. ઓમર અબદુલ્લાને છેલ્લા 6 મહિનાથી પબ્લિક સેફ્ટી માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમને દૂર કર્યા બાદ પબ્લિક સેફ્ટીને લઇ મહત્વનો આદેશ કરતા ઓમર અબદુલ્લા સહિત કેટલાક નેતાઓને કસ્ટડીમાં લીધા હતાં. જેમાંથી કેટલાક નેતાઓને જામીન મળી ગયા છે.