કેરલ અને પશ્ચિમ બંગાળ સરકારોએ પોત-પોતાના રાજ્યોમાં એનપીઆરનું કામ રોકવાનું આદેશ આપતા કહ્યું કે, અત્યાર સુધીમાં 12 રાજ્યોએ એનપીઆર નહીં કરવાની જાહેરાત કરી દીધી છે. કેરલ અને પશ્ચિમ બંગાળે જે કર્યું છે તેવું હજુ પણ 10 મુખ્યપ્રધાનોએ કરવું જોઈએ.
કરાત નાગરિકતા કાયદાની વિરોધમાં આયોજિત એક સેમિનારમાં સંબોધન કરી રહ્યા હતા.
તેમણે આગળ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકાર સંવિધાન પર ત્રિશૂલ પ્રહાર કરી રહી છે. પહેલા નાગરિકતા સંશોધન, બીજું એનપીઆર અને હવે એનઆરસી. આ ત્રણેય એક બીજા સાથે જોડાયેલા છે.
કરાતે જણાવ્યું છે કે, નાગરિકતા કાયદા વિરુદ્ધમાં દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનોને કારણે ભાજપ સરકાર સમજી ગઈ છે કે, એનઆરસી લાગુ કરવામાં સાવધાની રાખવી પડશે.
આ જ કારણ છે કે, ભાજપ નાટકો કરી દાવા કરે છે કે, એનપીઆરને એનઆરસી સાથે કંઈ લેવા દેવા નથી.