નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે આરએસએસના પૂર્વ વિચારક કે એન ગોવિંદાચાર્યની bois locker room મામલામાં ઈન્સ્ટાગ્રામ પર કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતાં કેન્દ્ર સરકાર, ફેસબુક, ગુગલ અને ટ્વિટરને નોટિસ જાહેર કરી છે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન ગોવિંદાચાર્ય તરફથી વકીલ વિરાગ ગુપ્તાએ કહ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા કંપનીએ તે આપત્તિજનક પોસ્ટ વાળા કન્ટેન્ટ અને અકાઉન્ટ્સને હટાવ્યું નથી. જેની ખરાબ અસરથી સ્કૂલના વિદ્યાર્થીઓને બચાવવાની જરુર છે. આ અરજીમાં કહેવાયું છે કે, ફેક અકાન્ટઉ હોવાં થતાં પણ તે અકાઉન્ટને હટાવવામાં આવ્યું નથી કારણ કે તેનાથી ઈન્સ્ટાગ્રામને ફાયદો થાય છે.
વધુમાં અરજીમાં જણાવાયું હતું કે, bois locker room મામલાએ સોશિયલ મીડિયાનો એક બીજો ચહેરો સામે લાવ્યો છે. આ ઘટના પાછળ મોટું કારણ છે ઈન્સ્ટાગ્રામ પર ફેક અકાઉન્ટ અને આ ફેક અકાઉન્ટને એટલા માટે નથી હટાવવામાં આવી રહ્યું કારણ કે, તેનાથી ઈન્સ્ટાગ્રામને લાભ થાય છે. આવા ફેક અકાઉન્ટથી યુવાનોની માનસિકતામાં પણ ગંદકી ફેલાઈ છે.