નવી દિલ્હી : પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ સંસ્થા નામની NGO દ્વારા આ અરજી કરવામાં આવી હતી. અરજદાર વતી વરિષ્ઠ વકીલો સિદ્ધાર્થ લુથરા, આર બાલાજી અને યોગેશ પચૌરીએ કહ્યું હતું કે, દિલ્હી સરકારને આદેશ આપવામાં આવે કે તેઓ ફંડમાંથી નિર્માણ કામદારોને પૈસા આપે.
અરજીમાં જણાવાયું છે કે, આ મામલે ટ્રેડ યુનિયન અને કર્મચારીઓની મિલનથી અુમક મજૂર જેઓ નિર્માણ મજૂર નથી છતા પણ તેવા મજૂરોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આવા કામદારોની નોંધણી એમ કહીને કરવામાં આવી હતી કે તેઓને રકમનો 40થી 50 ટકા ભાગ મળશે.
અરજીમાં CBI જેવી સ્વતંત્ર એજન્સી પાસેથી આ મામલાની તપાસની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં નિર્માણ કામદારોને મળતી રકમ બિન-નિર્માણ કામદારોને આપવામાં આવી રહી છે.
આ અરજીમાં દિલ્હી સરકાર અને દિલ્હી બિલ્ડિંગ એન્ટ અડર કંસ્ટ્રક્શન વર્કર્સ વેલફેયપ બોર્ડની તપાસ માટે પણ માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં પૈસા પાછા લેનાર જવાબદાર અધિકારીઓને અટકાવવું જોઈએ. અરજીમાં 2015-16થી 2019-20 સુધીના નાણાંને લઇ સીએજી તપાસની માંગ કરવામાં આવી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, બાંધકામ કામદારો માટેની નોંધણીઓમાં 80 ટકાથી વધુ બિન બાંધકામ ક્ષેત્રના કામદારો છે. તેમાંથી ઘણા દિલ્હીમાં ફ્લેટ્સ અને એપાર્ટમેન્ટ ધરાવે છે. તેઓ તેમના સરનામા પર જઈને તપાસ કરી શકે છે. તેઓ ખરેખર બાંધકામ કામ કરનારા નથી.