ETV Bharat / bharat

કોરોના ઈફેક્ટ: અમરનાથ યાત્રા રદ, શ્રાઈન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય - જમ્મુકાશ્મીર પ્રસાશન

અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર મંગળવારે થયેલી બેઠકમાં ઉપરાજ્યપાલ અને જમ્મુકાશ્મીર પ્રસાશનની બેઠકમાં સીઇઓ અમરનાથ શ્રાઇન બોર્ડ બિપુલ પાઠક અને કેટલાક મોટા પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

અમરનાથ
અમરનાથ
author img

By

Published : Jul 21, 2020, 7:41 PM IST

શ્રીનગર: અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે. બેઠકમાં ઉપરાજ્યપાલ અને જમ્મુકાશ્મીર પ્રસાશનની બેઠકમાં સીઇઓ અમરનાથ શ્રાઇન બોર્ડ બિપુલ પાઠક અને કેટલાક મોટા પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

મંગળવારે સમાચાર મળ્યા હતા કે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ અમરનાથ યાત્રા અંગે આજે નિર્ણય લઈ શકે છે.

આ પહેલા 17 જુલાઇએ ભારતીય સેનાના અધિકારી બ્રિગેડિયર વી.એસ. ઠાકુરે કહ્યું હતું કે, આતંકવાદીઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર ક્યાંક યાત્રાને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તેમણે કહ્યું કે આવી માહિતી મળી છે કે આતંકવાદીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું કાવતરું કરી રહ્યા છે, પરંતુ સેના સુનિશ્ચિત કરશે કે વાર્ષિક યાત્રા શાંતિપૂર્ણ રીતે થાય.

જો કે જૂનના પહેલા સપ્તાહની શરૂઆતમાં, એવી જાણ કરવામાં આવી હતી કે કોરોના રોગચાળો હોવા છતાં, અમરનાથ યાત્રા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

કોરોના રોગચાળાના પ્રસારને ધ્યાનમાં રાખીને સરકારે દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરી હતી, જેને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રા મુલતવી રાખવામાં આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ગઇ ફેબ્રુઆરીમાં પણ કલમ 370 ના હટાવ્યા બાદ બહાર આવ્યું હતું કે પ્રથમ અમરનાથ યાત્રા 23 જૂનથી યોજાશે.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (એસએએસબી) ના અધ્યક્ષ ગિરીશચંદ્ર મુર્મુ દ્વારા જમ્મુમાં યોજાયેલી 37 મી બોર્ડ મીટીંગના અધ્યક્ષ સ્થાને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.