ETV Bharat / bharat

શહીદ સપૂતોના પરીજનોને આર્થિક સહાય કરશે બિહાર સરકાર: નીતિશ કુમારની જાહેરાત

રાજ્ય સરકાર શહીદોના આશ્રિતોને 11-11 લાખની રકમ અનુદાન પેટે અને 25-25 લાખની રકમ મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાંથી આપશે. આ રીતે દરેક શહીદ પરિવારને 36-36 લાખ રુપિયાની રકમ રાજય સરકાર તરફથી આપવામાં આવશે.

Etv Bharat, Gujarati News, Nitish kumar announced compensation amount for martyr family in bihar
Nitish kumar announced compensation amount for martyr family in bihar
author img

By

Published : Jun 19, 2020, 9:22 AM IST

પટનાઃ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીનની સાથે થયેલી હિંસક ઝડપમાં શહીદ થયેલા બિહારના બધા જવાનોના પરીજનોને રાજ્ય સરકાર 36-36 લાખની રકમ આપશે. મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ગુરુવારે આ જાહેરાત કરી હતી. વળતરની રકમ ઉપરાંત રાજ્ય સરકાર શહીદ જવાનોના આશ્રિતોને નોકરી પણ આપશે.

ભારત-ચીન સીમાએ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપમાં બિહારના 5 જવાન શહીદ થયા હતા. ગુરુવારે બધા જ જવાનોના પાર્થિવ શરીર પટના એરપોર્ટ પહોંચ્યા હતા. આ અવસરે સીએમ નીતિશ કુમારે બધા જવાનોને પુષ્પાંજલિ આપી હતી.

આ રીતે આપવામાં આવશે રકમ

શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મુખ્ય પ્રધાન નીતિશ કુમારે વળતરની રકમ અને તેના આશ્રિતોને રાજ્ય સરકાર તરફથી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેમણે કહ્યું કે, દિવંગત જવાનોના બલિદાન અને પરાક્રમને બિહાર ક્યારેય ભુલી નહીં શકે. દેશ માટે જવાનોના બલિદાન અતુલનિય છે. રાજ્ય સરકાર શહીદના આશ્રિતોને 11-11 લાખની રકમની સહાય કરશે ઉપરાંત 25-25 લાખની રકમ મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાંથી આપવામાં આવશે. આ રીતે દરેક શહીદના પરિવારને 36-36 લખ રુપિયા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.

બિહારના 5 જવાન શહીદ થયા હતા

ચીન સાથે થયેલી હિંસક ઝડપમાં બિહારના 5 જવાન શહીદ થયા હતા. આ જવાનોમાં ભોજપુર જિલ્લા નિવાસી ચંદન કુમાર, સહરસા જિલ્લા નિવાસી કુંદન કુમાર, સમસ્તીપુર જિલ્લાના રહેવાસી અમન કુમાર, વૈશાલી જિલ્લાના જયકિશોર સિંહ અને પટના જિલ્લાના બિહટા નિવાસી સુનિલ કુમાર સામેલ છે. બિહટા પોલીસ સ્ટેશન હેઠળ ગ્રામ તારા નગર નિવાસી શહીદ હવલદાર સુનીલ કુમારનો પાર્થિવ દેહ 17 જૂને પટના પહોંચ્યો હતો અને તેમના અંતિમ સંસ્કાર પોલીસ સમ્માન સાથે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઝારખંડ સાહિબગંજ નિવાસી કુંદન કુમાર ઓઝાનો પાર્થિવ દેહ પણ પટના એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં બધા જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

CMથી લઇને નેતા પ્રતિપક્ષે આપી જવાનોને શ્રદ્ધાંજલિ

ગુરૂવારે શહીદોના મૃતદેહ પટના એરપોર્ટ પહોંચ્યા બાદ સીએમ નીતિશ કુમાર, ઉપમુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી, નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ, મંત્રી મંગલ પાંડેય સહિત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલ ઉપરાંત સરકાર અને વિપક્ષના દિગ્ગજ નેતાઓએ જવાનોના પાર્થિવ દેહને પુષ્પ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.