ETV Bharat / bharat

દોષપૂર્ણ સારવારમાં પીડિત 1 કરોડ સુધીનું વળતર માગી શકે, જાણો વિગતે - નીતિ આયોગ મુસદ્દા

ન્યૂઝ ડેસ્કઃ બીમાર લોકો માટે તબીબી સારવાર અને ઉપચાર સમયસર કરાવો જોઈએ, પરંતુ તેનાથી દર્દીની સ્થિતિ બગડવી ન જોઈએ. ભારતમાં તબીબી સાધનોના લીધે બનતા દુર્ભાગ્યપૂર્ણ બનાવોના સંજોગોમાં, પીડિતો વળતર માગી શકતા નથી, પરંતુ નીતિ આયોગના તાજા મુસદ્દા ખરડામાં જણાવાયું છે કે, જે લોકો અસુરક્ષિત મેડિકલ સાધનોના કારણે ઈજા પામ્યા હોય કે જેમને સહન કરવું પડ્યું હોય તેઓ રૂ. ૧ કરોડ સુધીનું વળતર માગી શકે છે. તબીબી સાધનોમાં ઔષધિઓનો સમાવેશ કરવો જોઈએ તેવા આરોગ્ય મંત્રાલયના સૂચનથી અસહમત થતાં, નીતિ આયોગે નવી નિયંત્રણકારી વ્યવસ્થાની દરખાસ્ત કરી છે.

દોષપૂર્ણ સારવારમાં પીડિત 1 કરોડ સુધીનું વળતર માગી શકે
author img

By

Published : Nov 15, 2019, 11:49 AM IST

આયાત કરેલાં યંત્રો સહિત તમામ મેડિકલ યંત્રો તબીબી સાધનો (સુરક્ષા, અસરકારકતા અને નવી શોધ) ખરડા, ૨૦૧૯ હેઠળ આવશે. આ ખરડો નવી પ્રણાલિ સ્થાપવા માગે છે. પરિણામે, કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંસ્થા (સીડીએસસીઓ)નું કાર્યક્ષેત્ર ઘટશે. ભારતીય તબીબી સાધનોના ઉદ્યોગો રૂ. ૫૦,૦૦૦ કરોડ સુધી વિકસે તેવો એક અંદાજ છે. નવી સૂચિત પ્રણાલિ જેમાં તબીબી સાધન પરીક્ષણ એકમો, લેબોરેટરીઓ અને માર્ગદર્શિકા અમલકર્તાનો સમાવેશ થાય છે તેણે આ બજારને સરળ અને કારગર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈશે. આ બજાર વર્ષ ૨૦૨૨ સુધીમાં રૂ. ૬૮,૦૦૦ કરોડ સુધી વધી જશે તેવો એક અંદાજ છે.

તબીબી સાધનો અને ઔષધોનું નિયંત્રણ કરવામાં સીડીએસસીઓની બેદરકારીથી અત્યાર સુધી અનેક સમસ્યાઓ સર્જાઈ છે. દોષપૂર્ણ તબીબી ઉત્પાદનો પર નિયંત્રણ રાખવા ચીન જેવા દેશો આકરાં પગલાં લઈ રહ્યું છે. અહીં પણ આવાં જ પગલાં લેવાં, નક્કર સૂચનો અને અસરકારક નિર્દેશો આવશ્યક છે. બે વર્ષ પહેલાં, ઇન્ટરપૉલ, વર્લ્ડ કસ્ટમ્સ ઑર્ગેનાઇઝેશને ૧૨૩ દેશોના અધિકારીઓ સાથે કરેલી એક સંયુક્ત કાર્યવાહીમાં હજારો કરોડના મૂલ્યની ગેરકાયદે અને બનાવટી દવાઓ અને સાધનો પકડાયાં હતાં. લગભગ ૩,૦૦૦ વેબસાઇટો બંધ કરી દેવાઈ હતી. અસંખ્ય નકલી સિરિંજો, કૉન્ટેક્ટ લેન્સો, શ્રવણ યંત્રો, શસ્ત્રક્રિયાનાં સાધનો પકડાવાં તે બતાવે છે કે જાહેર આરોગ્ય પ્રણાલિની કેવી દુર્દશા છે.

અગ્રણી તબીબી યંત્ર ઉત્પાદક જૉન્સન એન્ડ જૉન્સનને વારંવાર ફટકો પડવો તે યુએસએમાં લોકોની સામૂહિક જાગૃતિનો પરિચાયક છે. ગયા મહિને આ બહુરાષ્ટ્રીય કંપનીએ રિસ્પર્ડલ નામની દવાના તેના લેબલ વગરના પ્રિસ્ક્રિપ્શન માટે દંડ તરીકે રૂ. ૫૬,૦૦૦ કરોડનો દંડ ભરવો પડ્યો હતો. હાલમાં, તે કંપનીના બેબી પાઉડર ઉત્પાદનમાં ટિટેનિયમ મળી આવવા અંગે આક્ષેપોનો સામનો કરી રહી છે. કંપનીએ રૂ. ૧,૪૦,૦૦૦ કરોડ કરતાં વધુનું વળતર ચૂકવવું પડશે કેમકે ૧ લાખ કરતાં વધુ દાવા કેસો ફાઇલ કરાયા છે. સુરક્ષાનો ભંગ થયો હોય તેની તપાસ કરે અને યોગ્ય દંડ ફટકારે તેવી નિયંત્રણકારી સંસ્થા સ્થાપવાથી ભારતમાં ગુણવત્તા ધોરણમાં સુધારો લાવી શકાશે.

નીતિ આયોગ મુસદ્દા ખરડો જે સુરક્ષિત તબીબી સાધનો મારફતે લોક આરોગ્યની રક્ષા કરવાની ઘોષણા કરતા નીતિ આયોગ મુસદ્દા ખરડાએ ઉક્ત પરિવર્તનો લાવવાં જ જોઈએ. પ્રથમ વિશ્વના દેશોમાં જે ટોચની કંપનીઓ ભારે દંડ ભરી રહી છે તે આપણા દેશમાં નજીવો દંડ ભરીને છટકી જાય છે. આ પરિસ્થિતિ ટાળવા, નિયમોને કડક બનાવવા જ રહ્યા. ૮ ટકા તબીબી સાધનો બનાવટી છે તેમ વર્ષ ૨૦૧૦માં વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ ઘટસ્ફોટ કર્યા પછી, ખતરો સતત વધી રહ્યો છે તે હકીકતને જોતાં સુરક્ષાત્મક પગલાં ઝડપથી લાવવાં જરૂરી છે. રાષ્ટ્રભરમાં નકલી દવાઓનું ઉત્પાદન સૌથી મોટો ખતરો છે.
એસોસિએટેડ ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એસોચેમ)એ જણાવ્યું છે કે ભારતીય બજારમાં ૨૫ ટકા દવાઓ ગેરકાયદે અને ગેરકાયદે ફાર્માસ્યુટિકલ દવાઓનો વેપાર રૂ. ૩૦,૦૦૦ કરોડનો અંકાય છે. નકલી એન્ટીબાયૉટિક, મેલેરિયા દવાઓ, કુટુંબ આયોજનની દવાઓ અને દર્દશામક દવાઓ બજારમાં ઉભરાય છે. નિષ્ણાતો છેલ્લાં ૧૫ વર્ષથી ચેતવણી આપી રહ્યા છે કે સસ્તી ગોળીઓ, કેપ્સ્યુલો, ઇન્જેક્શનો અને ઇન્હૅલર બનાવટી છે.

રાષ્ટ્રીય ડ્રગ સર્વેમાં જણાયું હતું કે ડ્રગ મેન્યુફૅક્ચરિંગથી લઈને તેના વપરાશમાં ઉતરતાં ધોરણની દવાઓ છે. આ વાતને પણ બે વર્ષ વિતી ગયાં છે. કેટલાંક રાજ્યોમાં સરકારી હૉસ્પિટલો તેમના દર્દીઓને ઉતરતી કક્ષાની દવાઓ આપી રહી છે. આ ભારતમાં લોક આરોગ્યની કથળતી સ્થિતિ બતાવે છે. લોકોની જિંદગી સાથે ચેડા કદાપિ સ્વીકાર્ય ન હોઈ શકે. તબીબી ઉત્પાદનોની ઑનલાઇન ખરીદી અને તેની ગુણવત્તા પર નજર રાખવા માટે વખતોવખત ઘોષણા કરાઈ રહી છે. જ્યારે તબીબી સાધનો અને દવાઓ અસરકારક નિયંત્રણકારી પ્રણાલિ હેઠળ આવશે ત્યારે જ આ કરુણ સ્થિતિમાંથી લોક આરોગ્ય બહાર આવશે.

Intro:Body:

દોષપૂર્ણ સારવારમાં પીડિત ૧ કરોડ સુધીનું વળતર માગી શકે, જાણો વિગતે

ન્યૂઝ ડેસ્કઃ બીમાર લોકો માટે તબીબી સારવાર અને ઉપચાર સમયસર કરાવો જોઈએ, પરંતુ તેનાથી દર્દીની સ્થિતિ બગડવી ન જોઈએ. ભારતમાં તબીબી સાધનોના લીધે બનતા દુર્ભાગ્યપૂર્ણ બનાવોના સંજોગોમાં, પીડિતો વળતર માગી શકતા નથી, પરંતુ નીતિ આયોગના તાજા મુસદ્દા ખરડામાં જણાવાયું છે કે, જે લોકો અસુરક્ષિત મેડિકલ સાધનોના કારણે ઈજા પામ્યા હોય કે જેમને સહન કરવું પડ્યું હોય તેઓ રૂ. ૧ કરોડ સુધીનું વળતર માગી શકે છે. તબીબી સાધનોમાં ઔષધિઓનો સમાવેશ કરવો જોઈએ તેવા આરોગ્ય મંત્રાલયના સૂચનથી અસહમત થતાં, નીતિ આયોગે નવી નિયંત્રણકારી વ્યવસ્થાની દરખાસ્ત કરી છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.