ચેન્નઈ: નાણાં પ્રધાન નિર્મલા સિતારમને શનિવારે કહ્યું કે, થોડા દિવસ અગાઉ સાંસદમાં તેમનું 2 કલાક કરતાં વધારેનું ભાષણ અગત્યનું હતું. કારણ કે, અર્થવ્યવસ્થાના તમામ પાસામાં યોગ્ય ધ્યાન આપવાની જરૂર હતી. તેમણે કહ્યું કે, આનાથી લોકોને મુશ્કેલી થઇ હોય તો હું માફી માગુ છું.
સીતારમનને જ્યારે પૂછવામાં આવ્યું કે, એટલું લાંબુ ભાષણ આપવું જરૂરી હતું, તો તેમણે કહ્યું કે, હા જરૂરી હતું.
તેમણે પત્રકાર પરિષદને સંબોધન કરી કહ્યું કે, આની જરૂરીયાત હતી. નિશ્ચિતરૂપે જરૂરી હતું.
ઉલ્લેખનીય છે કે, નાણાં પ્રધાને 1 ફેબ્રુઆરીના રોજ સાંસદમાં 2 કલાક કરતાં વધુ બજેટ ભાષણ આપ્યું હતું. આ દરમિયાન એક સમયે એમને શ્વાસ પણ ચડ્યો હતો. તાજેતરના દાયકાઓમાં આ પ્રથમ વખત જોવા મળ્યું હતું.
નાણાં પ્રધાને કહ્યું કે, માફ કરજો. હું તમારી વાત સાથે સહમત છું. તમામ લોકોને મુશ્કેલી થઇ હશે.