ETV Bharat / bharat

નિર્ભયાને યાદ કરી માતા આશા દેવીએ કહ્યું- 16 નવેમ્બરનો દિવસ કાળી રાત છે... - 16 ડિસેમ્બરની ઘટના

વર્ષ 2012માં હેવાનિયતનો શિકાર બનેલી નિર્ભયાની આત્મા 7 વર્ષ બાદ શાંતિ મળી હતી. વર્ષ 2020માં જ્યારે ચારેય દોષીઓને ફાંસી આપી ત્યારે સમગ્ર દેશે સત્યની જીત જણાવી હતી. નિર્ભયાની વરસી પર તેમની માતા આશા દેવી સાથે ઇટીવી ભારતે વાતચીત કરી હતી. નિર્ભયાની મા જણાવે છે કે, આજે પણ જ્યારે હું પાણી હાથમાં લઉં છું તો યાદ આવે છે કે અમે એ જ માતા-પિતા છીએ કે જેની દીકરી પાણી માગી રહી હતી પરંતુ અમે આપી ન શક્યા.

nirbhaya death
nirbhaya death
author img

By

Published : Dec 16, 2020, 7:30 PM IST

  • આજે નિર્ભયા કાંડના 8 વર્ષ પૂર્ણ
  • નિર્ભયાની માતા સાથે ઇટીવી ભારતની વાતચીત
  • માતા આશા દેવીએ 16 નવેમ્બરને કાળી રાત ગણાવી

નવી દિલ્હીઃ વર્ષ 2012ની દિલ્હીમાં એ રાત નિર્ભયા માટે કાળી રાત બનીને આવી હતી. આજે તે ઘટનાને 8 વર્ષ પૂર્ણ થયા છે પરંતુ લોકોને એ ઘટના યાદ છે. પરંતુ નિર્ભયાની આ વરસી પર વિશેષ વાત એ છે કે, નિર્ભયાને ન્યાય મળી ચૂક્યો છે. તેમને હેવાનિયતનો શિકાર બનાવનારા ચારેય આરોપીઓને વર્ષ 2020માં ફાંસી આપવામાં આવી છે.

  • નિર્ભયા કાંડના 8 વર્ષ પૂર્ણ

નિર્ભયાની 8મી વરસી પર તેમની માતા જણાવે છે કે, આજે પણ તેની તકલીફ મેહસૂસ થઇ રહી છે. આજે પણ તે મારી આખોમાં છે. મારું દુખ ત્યારે વધે છે જ્યારે આવી નવી ઘટનાઓ સામે આવતી રહે છે. આ તારીખ પરિવાર અને દેશ માટે દુખભરી છે, આ એક કાળી રાત છે.

  • આજે પણ દિલમાં છે વસવસો

નિર્ભયાની મા કહે છે કે, તે 12-13 દિવસ જીવતી હતી. તેમની એવી હાલત હતી કે તેમને એક ચમચી પાણી પણ આપી શકાય એમ નહોતું. જ્યારે તે હોશમાં આવી ત્યારે તેમણે પાણી માગ્યું હતું પરંતુ ડૉક્ટરોએ કહ્યું કે, હાલ તેને કોઇ પણ પરિસ્થિતિમાં પાણી આપી શકાય તેમ નથી. આજે પણ જ્યારે પાણી હાથમાં લઉં ત્યારે યાદ આવે છે કે, અમે તે મા-બાપ છીએ જેની દીકરી પાણી માગતી હતી પરંતુ અમે આપી શક્યા નહી. જેનો વસવસો આજે પણ છે.

નિર્ભયાની માતા સાથે ઇટીવીની વાતચીત
  • નિર્ભયાની માતાએ આ લડાઇમાં સાથ આપનારાઓનો આભાર માન્યો

નિર્ભયાની માતાએ આ લડાઇમાં સાથ આપનારા લોકોનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, જે રીતે વિદ્યાર્થીઓ, યુવાનો અને યુવતીઓએ રસ્તા પર ઉતરીને જે અવાજ ઉઠાવ્યો તેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મેં મનમાં સંકલ્પ કર્યો કે, દીકરી આ દુનિયામાં નથી પરંતુ આ ક્રાઇમની વિરુદ્ધમાં હું બધાની સાથે ઉભી છું, તેમને ન્યાય મળે. મને ખબર થે કે, જિંદગીમાં શું કરીશ પરંતુ હું મારી પોતાની શક્તિથી તે બધી દીકરીઓની સાથે ઉભી રહીશ, જેની સાથે અન્યાય થયો છે.

nirbhaya death
મહિલાઓ વિરુદ્ધ દુષ્કર્મની ઘટના

નિર્ભયા બાદ દુષ્કર્મની મોટી ઘટનાઓ...

ઘટના વર્ષ જગ્યા
ગુડિયા દુષ્કર્મ કેસ2013દિલ્હી
શક્તિ મિલ્સ દુષ્કર્મ કેસ2014મુંબઇ
ઉન્નાવ દુષ્કર્મ કેસ 2017 ઉન્નાવ UP
હૈદરાબાદ દુષ્કર્મ કેસ 2019હૈદરાબાદ
જાલૌન દુષ્કર્મ કેસ2019જાલૌન UP
બદાયું દુષ્કર્મ કેસ 2019બદાયું UP
ઓંગોલ દુષ્કર્મ કેસ2019આંધ્ર પ્રદેશ
બિહાર દુષ્કર્મ કેસ 2019બિહાર
હાથરસ દુષ્કર્મ કેસ2020હાથરસ UP
  • વારંવાર ફાંસી ટળવાથી કાનૂન પર સવાલ ઉઠ્યા

જે રીતે વારંવાર ફાંસીની તારીખો ટળતી હતી. જેને લઇને કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા હતા. જ્યારે આ જ રીતે અન્ય યુવતીઓ સાથે ઘટના થતી હોય ત્યારે સવાલ ઉઠે છે કે, આખરે આવું કેમ થઇ રહ્યું છે. સિસ્ટમમાં બદલાવ લાવવા માટે કોઇ તૈયાર નથી. અમને સહાનુભૂતિ છે કે, ન્યાય મળ્યો અને આગળ પણ બીજી યુવતીઓને ન્યાય મળે. નાની ઘટનાઓ પર ધ્યાન આપવામાં આવશે તો મોટી ઘટનાઓ રોકી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.