1.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં દેશની પ્રથમ ડ્રાઈવર વગરની મેટ્રોને આપશે લીલીઝંડી
![વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં દેશની પ્રથમ ડ્રાઈવર વગરની મેટ્રોને આપશે લીલીઝંડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10029745_ghgf.png)
આજે દિલ્હીમાં ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે. દેશની પ્રથમ ડ્રાઈવર વગરની ટ્રેનની સફર 37 કિલોમીટરની રહેશે. દિલ્હી મેટ્રો દેશ જ નહિ પરંતુ વિશ્વની સૌથી મોટું મેટ્રો નેટવર્ક બની ચૂક્યું છે.
2.આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રાંરભ
![આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રાંરભ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10029745_tatr.jpg)
કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તેમજ સેનીટાઇઝર સાથે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા યોજવામાં આવશે.
3. કોરોના વેક્સીન અંગે રાજ્યમાં યોજાશે મોકડ્રિલ
![કોરોના વેક્સીન અંગે કોરોના વેક્સીન અંગે રાજ્યમાં યોજાશે મોકડ્રિલયોજાશે મોકડ્રિલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10029745_oifsdl.jpg)
ભારતમાં કોરોના વેક્સીન આવવાની હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજ્ય સરકાર કોરોના વેક્સીન લોકોને આપવામાટેની તૈયારી કરી રહ્યું છે. આ વેક્સીન કોઈપણ વ્યક્તિને આપતા સમયે કઈ રીતે તેનું ધ્યાન રાખવામાં આવશે અને કેટલો સમય એક વ્યક્તિને આપવા માટે થશે તે અંગે આજે તેમજ મંગળવારના રોજ બે દિવસ સુધી એક મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે મોકડ્રિલ રાજકોટ અને ગાંધીનગરમાં કરવામાં આવશે.
4. બરોડા ડેરીની ચૂંટણી માટે આજે મતદાન
![બરોડા ડેરીની ચૂંટણી માટે આજે મતદાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10029745_erwet.jpg)
બરોડા ડેરીની 6 બેઠક બિનહરિફ 7 બેઠક પર મતદાન થશે.કોરોનાની ગાઈડ લાઈન મુજબ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. 13 બેઠકોમાંથી 6 બેઠકો બીન હરિફ જાહેર થતાં 7 બેઠક માટે મતદાન યોજાશે. બરોડા ડેરીના એસેમ્બલી હોલમાં બેલેટ પેપરથી મતદાન યોજાશે. 29 ડિસેમ્બરે મતગણતરી યોજાશે.
5.આજે કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ
![આજે કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10029745_retret.jpg)
આજે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ છે. કોંગ્રેસ આજના દિવસને ખેડૂતોના સંધર્ષના રુપમાં મનાવશે. મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસના બધા ધારાસભ્યો ટ્રેક્ટર-ટ્રોલિયો લઈ ભોપાલ પહોંચશે અને વિધાનસભાનો ધેરાવ કરશે.
6.ધીરુભાઈ અંબાણીની આજે જન્મજંયતી
![ધીરુભાઈ અંબાણીની આજે જન્મજંયતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10029745_rwrw.jpg)
ધીરુભાઈ અંબાણીએ ભારતીય ઉદ્યોગ જગતને નવી ઉંચાઈ આપી વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે.ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે થયો હતો.16 વર્ષની ઉંમરે તેઓ યમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. જ્યાં તેમણે 300 રૂપિયાના પગારથી નોકરી કરી હતી. વર્ષ 1962માં ધીરુભાઈ ભારત પરત આવ્યા અને રિલાયન્સની શરૂઆત કરી હતી.
7. કેન્દ્રના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખડૂતોના આંદોલનનો આજે 33મો દિવસ
![કેન્દ્રના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખડૂતોના આંદોલનનો આજે 33મો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10029745_erterte.jpg)
કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં કૂચ કર્યા બાદ ખેડૂત નેતાઓએ આંદોલનની રણનીતિમાં બદલાવ કરવાનો શરુ કર્યો છે. હવે અન્ય રાજ્યોમાં આંદોલનને તેજ કરવા પર નજર છે. ખેડૂત નેતાઓ પટના, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનની સાથે અન્ય રાજ્યોના ખેડૂત સંગઠનોના સંપર્કમાં સાધવામાં લાગ્યા છે.
8.પૂર્વ નાણાં પ્રધાન અને ભાજપના અગ્રણી નેતા સ્વ.અરૂણ જેટલીની આજે જન્મજંયતી
![પૂર્વ નાણાં પ્રધાન અને ભાજપના અગ્રણી નેતા સ્વ.અરૂણ જેટલીની આજે જન્મજંયતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10029745_tgrter.jpg)
સક્રિય રાજકારણમાં આવતા પહેલા અરુણ જેટલી સુપ્રિમ કોર્ટમાં વકીલાત કરતાં હતાં. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીની વિરુદ્વમાં યુવા મોર્ચાના સંયોજક તરીકે અરુણ જેટલીએ જબરજસ્ત વિરોધ કર્યો હતો. વાજપેયી સરકારમાં પહેલીવાર તેમને કેબિનેટ પ્રધાન બનાવાયા હતાં. UPAના શાસનમાં 2009 થી 2014 સુધી અરુણ જેટલીએ રાજ્યસભામાં મજબુત વિપક્ષ નેતા તરીકે જવાબદારી સંભાળી હતી.
9. બૉલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાનો આજે જન્મદિવસ
![બૉલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાનો આજે જન્મદિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10029745_trgyry.jpg)
બૉલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાનો આજે 32મો જન્મદિવસ છે. રિચાનો જન્મ 28 ડિસેમ્બર 1988માં પંજાબના અમૃતસરમાં થયો હતો. 25 ડિસેમ્બરના રોજ તેમની ફિલ્મ શકીલા રિલીઝ થઈ ચૂકી છે. તેમજ સુભાષ કપુરની ફિલ્મ મૈડમ ચીફ મિનીસ્ટરમાં રિચા લીડ રોલમાં છે.
10.AUS vs IND બૉક્સિંગ ડે ટેસ્ટનોનો આજે બીજો દિવસ
![AUS vs IND બૉક્સિંગ ડે ટેસ્ટનોનો આજે બીજો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10029745_thytru.jpg)
મેલર્બન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલા બીજા ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. બીજા દિવસે ભારતનો સ્કોર 277 રન 5 વિકેટના નુકસાન પર છે.