ETV Bharat / bharat

જોધપુરમાં એક લગ્ન સમારોહમાં દંપતી સહિત 20થી વધુ લોકો કોરોના પોઝિટિવ - jodhpur corona news

જોધપુરની મદેરણા કોલોનીમાં આવેલા વિસ્તારમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જ્યાં એક જ પરિવારના 20થી વધુ પરિજનો કોરોના પોઝિટિવ મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ બધા લોકો લગ્ન સમારોહમાં ગયા હતા.

દંપતી સહિત 20 થી વધુ લોકો કોરોના પોઝિટિવ

author img

By

Published : Jul 9, 2020, 8:39 PM IST

જોધપુર: શહેરમાં કોરોના સંક્રમણના કેસ સતત્ત વધી રહ્યા છે. બુધવારે રાત્રે આરોગ્ય વિભાગ દ્વારા 143 કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. સૂચિમાં, એક કુટુંબ અને તેમના 20 થી વધુ પરિજનો શહેરની મદેરેણા કોલોનીમાં પોઝિટિવ મળી આવ્યા હતા. આ બધા લોકો લગ્ન સમારોહમાં ગયા હતા. માહીતી મુજબ, આ લગ્ન 3 જુલાઇના રોજ યોજાયા હતા.

આ લગ્ન સમારોહમાં, વર-વધુ સહિતના દરેક લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. જેના કારણે આરોગ્ય વિભાગે ગુરુવારે સવારે સમગ્ર વિસ્તારમાં કોરોનાના નમૂના લેવાનું શરૂ કર્યું હતું. જેના માટે એક સ્કૂલમાં સેમ્પલિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું.આ દરમિયાન શાળામાં ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે સ્થળ પર પોલીસ બોલાવવામાં આવી હતી. આ સિવાય અહીં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સતત્ત સ્વચ્છતા રાખી રહ્યા છે. સેમ્પલિંગ સેન્ટરમાં 200 થી વધુ લોકોના નમૂના લેવામાં આવ્યા હતા.

વિસ્તારના આરોગ્ય કેન્દ્રના પ્રભારી ડો.દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેવાની કારણે કોરોનાનો વિસ્ફોટ થયો છે. કોરોના પોઝિટિવ લોકોથી અપીલ છે તેઓ કોઇ પણ સમારોહ કે ઉજવણીમાં ભાગ ન લે તથા સામાજિક અંતર જણાવી રાખે.ગુરુવારે સવારે, જોધપુર જિલ્લાના નવા 40 કોરોના દર્દીઓની યાદી ડોક્ટર એસ.એન.મેડિકલ કોલેજમાં જાહેર કરવામાં આવી છે. જેમાં 10 દર્દીઓ જિલ્લાના બિલાડા શહેરના છે, બાકીના જોધપુર શહેરના છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે સવારે રાજ્યમાંથી 149 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે બાદ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 22 હજાર 212 થઈ ગઈ છે. છેલ્લા 12 કલાકમાં 7 દર્દીઓના મોત પણ થયા છે. જે બાદ મૃત્યુઆંક વધીને 489 થઈ ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.