ETV Bharat / bharat

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ અંગે નવી માર્ગદર્શિકા જાહેર

મધ્યપ્રદેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં સરકારે અનેક વસ્તુઓ પર પ્રતિબંધ મુક્યો છે તેમજ જાહેર સ્થળોએ એકઠા થવા પર પણ પ્રતિબંધ મુક્યો છે.

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશ
author img

By

Published : Jul 13, 2020, 10:36 PM IST

ભોપાલ: મધ્યપ્રદેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આગામી ગણેશ ઉત્સવમાં જાહેર ગણેશ પંડાલો સ્થાપવામાં આવશે નહીં. રાજ્ય સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે લોકોને તેમના ઘરોમાં ભગવાન ગણેશની સ્થાપના કરવા અપીલ કરી છે. આ ઉપરાંત ઈદનો સામૂહિક કાર્યક્રમ પણ નહીં થાય.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇનમાં, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં કન્યા પક્ષના 10 લોકો અને વર પક્ષના 10 લોકો જ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે.

એવી જ રીતે, 20થી વધુ લોકોને અંતિમ વિધિમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એક સમયે 5 થી વધુ લોકોને ધાર્મિક સ્થળોએ એકઠા થવા દેવામાં આવશે નહીં. સરકારે આવા તમામ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકે. આગામી ગણેશ ઉત્સવને લઈને સરકારે સુચના આપી છે કે લોકો તેમના ઘરોમાં ગણેશ સ્થાપિત કરી શકશે.

વહીવટીતંત્ર દ્વારા ગણેશ પંડાલોની મંજૂરી આપવામાં આવશે નહીં. એ જ રીતે, ઇદના કાર્યક્રમમાં કોઈ સમૂહ કાર્યક્રમ નહીં થઇ શકે, લોકો તેમના ઘરોમાં બકરીઇદ મનાવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.