ETV Bharat / bharat

નવી શિક્ષણનીતિ: શક્યતાઓ અને તેની મુશ્કેલીઓ - Massive online courses

29 જૂલાઈ 2020ના રોજ જાહેર કરવામાં આવેલી નવી શિક્ષણનીતિ ખુબ વ્યાપક છે કારણ કે તેના કારણે દેશના શૈક્ષણિક માળખામાં મોટા ફેરફારો આવી શકે છે. આ નીતિ અંતર્ગત પ્રાથમીક અને ઉચ્ચત્તર બંન્ને માધ્યમોમાં મોટા ફેરફાર આવી શકે છે. આ નીતિમાં માળખાગત અને શિક્ષણશાસ્ત્રને લગતા બંન્ને પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. નવી શૈક્ષણિક નીતિ આઠ સ્તંભ પર આધારીત છે.

New Education Policy
નવી શીક્ષણનીતિ
author img

By

Published : Aug 1, 2020, 1:12 PM IST

દિલ્હીઃ 29 જૂલાઈ 2020ના રોજ જાહેર કરવામાં આવેલી નવી શિક્ષણનીતિ ખુબ વ્યાપક છે. કારણ કે, તેના કારણે દેશના શૈક્ષણિક માળખામાં મોટા ફેરફારો આવી શકે છે. આ નીતિ અંતર્ગત પ્રાથમિક અને ઉચ્ચત્તર બંન્ને માધ્યમોમાં મોટા ફેરફાર આવી શકે છે. આ નીતિમાં માળખાગત અને શિક્ષણશાસ્ત્રને લગતા બંન્ને પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. નવી શૈક્ષણિક નીતિ આઠ સ્તંભ પર આધારીત છે.

  • શાળા અને પ્રારંભિક શાળા
  • શાળાની માળખાગત સુવિધા અને સંસાધનો
  • વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ
  • સહયોગ અને સમાવેશ
  • ચકાસણીઓ
  • અભ્યાસક્રમ અને શિક્ષણની પદ્ધતિ વિષયક માળખુ
  • શીક્ષકની ભરતી / શીક્ષકોની તાલીમ
  • સરકારી વિભાગો અને સંસ્થાઓની ભૂમિકા

શિક્ષણમાં આ પ્રકારના પરીવર્તન દ્વારા સરકાર શિક્ષણ માટેના ખર્ચમાં નોંધપાત્ર વધારો અને વર્ષ 2035 સુધીમાં કુલ નોંધણીના ગુણોત્તરમાં 50% નો વધારો થવાની આશા સેવી રહી છે. આ ઉપરાંત સરકાર ‘ભારતને સુપર પાવર’ બનાવવાના અંતિમ ધ્યેય સાથે શિક્ષણ ક્ષેત્રે રચનાત્મકતા અને નવીનીકરણ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. પરીણામે પ્રાથમીક અને ઉચ્ચતર બંન્નેના અભ્યાસક્રમમાં મોટા ફેરફારો આવી શકે છે. શાળા સ્તરે કમ સે કમ પાંચમાં ધોરણ સુધી વાતચીતના માધ્યમ તરીકે માતૃભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તેવી જ રીતે, એક એવી શિક્ષણ પદ્ધતિ પર ભાર મુકવામાં આવ્યો છે જે ક્લાસરૂમના શિક્ષણને અને તેની બહારની દુનિયાના વ્યવહારૂ જીવન અને જોડે છે. પ્રાથમીક શિક્ષણમાં વ્યવહારૂ જીવનને લગતા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે લીબ્રલ આર્ટ્સના અભિગમને લાગુ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. સ્કુલ એજ્યુકેશનને ફન્ડામેન્ટલ સ્ટેજ (ત્રણથી આઠ વર્ષનુ વયજૂથ), પ્રીપેરેટરી સ્ટેજ (આઠથી અગીયાર વર્ષનું વયજૂથ), મીડલ સ્ટેજ (અગીયારથી ચૌદ વર્ષનું વયજૂથ) અને સેકન્ડરી સ્ટેજ (ચૌદથી અઢાર વર્ષનું વયજૂથ) જેવા અલગ અલગ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે.

લીબ્રલ આર્ટ્સના અભિગમ તેમજ ત્યાર બાદ અલગ અલગ વ્યવસાયને લગતા શિક્ષણના અભિગમને ઉચ્ચત્તર માધ્યમીક શિક્ષણમાં પણ અપનાવવા પર ધ્યાન આપવામાં આવશે કે જ્યાં ચોઇસ બેઝ્ડ ક્રેડીટ સીસ્ટમ (CBCS) ને લાગુ કરવામાં આવશે. ઉચ્ચત્તર માધ્યમીક શિક્ષણમા, લીબ્રલ આર્ટ્સ પ્રોગ્રામ, શૈક્ષણિક શાખાઓ અને વ્યવસાયને લગતા શિક્ષણને જોડે છે અને તે વિદ્યાર્થીની કોઈ એક ચોક્કસ વિષય માટેની યોગ્યતા પર ભાર આપતુ નથી. આ ઉપરાંત વર્તમાનમાં આર્ટ્સ અને સાયન્સ પ્રવાહમાં ચાલી રહેલા ત્રણ વર્ષના અન્ડરગ્રેજ્યુએટ પ્રોગ્રામને ચાર વર્ષના કરવામાં આવ્યા છે. જો કે વિદ્યાર્થીઓને એક વર્ષ (સર્ટીફિકેટ પ્રોગ્રામ) બાદ, બે વર્ષ (ડીપ્લોમા પ્રોગ્રામ) બાદ કે ત્રણ વર્ષ (ડીગરી પ્રોગ્રામ) બાદ આ કોર્ષ છોડવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેઓ સંશોધનના ક્ષેત્રમાં જવાની ઈચ્છા ધરાવે છે માત્ર તેઓ ચોથા વર્ષમાં જવાની પસંદગી કરી શકે છે. વિદ્યાર્થીઓની ગતીશીલતાને વધારવા માટે તેમને તેમની ક્રેડીટ બચાવવાનો અને થોડા સમયના અંતર બાદ પણ તેમના અભ્યાસક્રમમાં ફરી જોડાઈને તેને પુર્ણ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે.

ઉચ્ચ અભ્યાસની સંસ્થાઓમાં મોટાપાયે બદલાવ લાવવા માટે પણ આ નવી નીતિમાં વાત કરવામાં આવી છે અને તેની શરૂઆત માનવ સંસાધન વિકાસ મંત્રાલયનુ નામ બદલીને ‘શીક્ષા મંત્રાલય’ રાખીને કરવામાં આવી છે. શૈક્ષણિક સંસાધનો અને કૌશલ્યના ઉદભવ, પ્રસાર અને ચળવળને લગતી કોઈપણ પ્રક્રીયાને લગતા નિર્ણય કરવા માટે, તેની દેખરેખ રાખવા માટે તેમજ તેનુ નિયમન કરવા માટે પ્રધાનમંત્રીની આગેવાનીમા ચાલતુ ‘કેન્દ્રીય રાષ્ટ્રીય શીક્ષા આયોગ’ (RSA) મુખ્ય નિર્ણાયક સંસ્થા તરીકે કામ કરશે. આ આયોગ યુનીયનના સીનીયર અધિકારીઓ અને યુનિયન મીનીસ્ટરનું બનેલુ હશે. RSA તેના એક્ઝીક્યુટીવ કાઉન્સીલ દ્વારા અલગ અલગ મીશન માટે ફાળવવામાં આવતા બજેટની દોરવણી કરશે, જે સંસ્થા સ્વતંત્ર રીતે ફંડ આપે છે તે સંસ્થા સાથે સંકલન કરવાનું અને તેની સમીક્ષા કરવાનું, માપદંડો નક્કી કરવાનું તેમજ ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓ (HELs)ને માન્યતા આપવાનું અને તેનું નિયમન કરવાનું કામ કરશે. ખાનગી અને સરકારી બંન્ને HEL ના નિયમનના સમાન નિયમો અને પરીણામોના લક્ષ્યો તૈયાર કરવામાં આવશે. આ નીતિમાં તમામ સંલગ્ન-પ્રકારની યુનિવર્સીટીને બંધ કરવામાં આવશે અને તેના સ્થાનો ત્રણ અલગ અલગ પ્રકારની સંસ્થાઓ; મલ્ટીડીસીપ્લીનરી રીસર્ચ યુનિવર્સીટી, મલ્ટીડીસીપ્લીનરી ટીચીંગ યુનિવર્સીટી અને ઓટોનોમસ મલ્ટીડીસીપ્લીનરી કોલેજનુ માળખુ તૈયાર કરવામાં આવશે. શીક્ષકોની ભરતી માટે તેમની યોગ્યતાને આધારીત માપદંડની હિમાયત કરવામાં આવી છે.

અહીં એ ધારવુ યોગ્ય રહેશે કે આ પાસાઓમાં સુધારા લાગુ કરવામાં શરૂઆતમાં કોઈ પ્રકારની મુશ્કેલી આવવાની શક્યતા નથી. તેથી જ નવી શિક્ષણ નીતિ-2020ના માળખાને તૈયાર કરતી શૈક્ષણીક સુધારાઓની નીતિને લાગુ કરવાની પદ્ધતિનો સારાંશ આપવો પણ યોગ્ય રહેશે. યુરોપમાં 1998-1999માં બોલોગ્ના કન્વેન્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રીયા થકી તેમાં ભાગ લેનાર દેશોમાં થ્રી-સાયકલ ડીગરી સ્ટ્રક્ચર (બેચલર, માસ્ટર્સ, ડોક્ટરેટ), યુરોપીયન ક્રેડીટ ટ્રાન્સફર એન્ડ એક્યુમલેશન સીસ્ટમ (ECTS) અને યુરોપીયન સ્ટાન્ડર્ડઝ એન્ડ ગાઇડલાઈન ફોર ક્વોલીટી અશ્યોરન્સ ઇન ધ યુરોપીયન હાયર એજ્યુકેશન એરીયા (ESG) જેવા સાધનોમાં કેટલાક સુધાર લાવવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ હતુ. તેમાં ગુણવત્તાની ખાતરીને પણ આવરી લેવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએટ્સ તેમજ યુનિવર્સીટી અને અન્ય હિસ્સેદારો પણ જુદી જુદી સીસ્ટમ અને પ્રદાતાઓના જુદા જુદા કામની ગુણવત્તા પર વિશ્વાસ મુકી શકે છે.

શું નવી શિક્ષણ નીતિની કેટલીક મુશ્કેલીઓ એ મોટો પ્રશ્ન છે ? અહીંયા તેના કેટલાક વિરોધાભાસ જ તેનો સૌથી મોટો જવાબ છે. આ નીતિના હેતુ અને હાલના ખ્યાલ સામે એક સૌથી મોટો પડકાર વર્ષ 2035 સુધીમાં કુલ નોંધણીના ગુણોત્તરમાં 50% જેટલો વધારો કરવાનો છે. કુલ નોંધણીના ગુણોત્તરમાં આટલા મોટો વધારાની ધારણાને પહોંચી વળવા માટે પ્રાથમીક શિક્ષણમાં તેને અનુરૂપ માળખાગત સુવિધાઓમાં વધારો કરવાની પણ જરૂર પડે છે, તેટલુ ભંડોળ ક્યાંથી આવશે? આ બાબત પર નીતિમાં ઉંડાણપૂર્વક વિચાર કરવામાં નથી આવ્યો, તેના માટે નીતિમાં ખાનગી અને સેવાકીય સંસ્થાઓ પાસેથી ભંડોળની આશા રાખવામાં આવી છે, જો કે ઈતિહાસમાં જોવા મળ્યુ છે કે ગ્રામીણ વિસ્તારના પ્રાથમીક શિક્ષણ માટે આ પ્રકારના ભંડોળ ભાગ્યે જ મળે છે. આ નીતિના દસ્તાવેજોમાં ઓનલાઇન ડીસ્ટન્સ લર્નીંગ (ODL) અને મેસીવ ઓનલાઇન કોર્સીસ (MOCs) ને કારણે GERમાં 50% જેટલો વધારો થવાની ધારણા બાંધવામાં આવી છે. જો કે તાજેતરમાં Covid-19ના લોકડાઉનના સમયમાં ઓનલાઇન ક્લાસીસના થયેલા અનુભવ પ્રમાણે ઓનલાઇન કોર્સીસ માટે જરૂરી ઇલેક્ટ્રોનીક સાધનોની વ્યવસ્થા ન કરી શકનારા ગરીબ વર્ગ માટે ઓનલાઇન એજ્યુકેશન પડકારરૂપ સાબીત થયુ હતુ.

આ નીતિમાં વર્તમાનમાં ચાલી રહેલા અભ્યાસક્રમોની તરફેણ કરવાની આંતરીક વૃતિ પણ રહેલી છે જે ઉચ્ચ અભ્યાસની સંશોધન અને વિકાસની પહેલેથી જ નબળી એવી શક્યતાઓ સામે પણ એક પડકાર સમાન છે. ચાર વર્ષનો અંડર-ગ્રેજ્યુએટ પ્રોગ્રામ પણ વિદ્યાર્થીઓ પર એક વર્ષના વધારાના અભ્યાસનો ખર્ચ લાદશે જે મધ્યમ વર્ગના પરીવારો માટે મુશ્કેલીરૂપ સાબીત થઈ શકે છે. મધ્યમ અને ગરીબ પરીવારના કેટલાક લાયક એવા વિદ્યાર્થીઓ આર્થિક મુશ્કેલીને કારણે સંશોધન અને ઉચ્ચ અભ્યાસમાં જવાને બદલે અધવચ્ચે જ અભ્યાસ છોડવા મજબૂર બને તેવી શક્યતાને પણ નકારી ન શકાય. નવી શૈક્ષણીક નીતિ પ્રમાણેના ફીના માળખાને પહોંચી વળવા માટે એજ્યુકેશન લોનનો સહારો લેવો પડે તે પણ એક હકીકત છે. આ નવી નીતિ ઉદ્યોગ અને વેપારી વ્યવસાયો માટેના સંશોધનની સંભાવનાઓને R&D આવશ્યકતાઓ સાથે સુમેળમાં લાવવાની હિમાયત કરે છે. આ રીતે, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનની થીયરીમાં એડવાન્સ રીસર્ચમાં અવરોધ ઉભો થઈ શકે છે.

એ અપેક્ષીત છે કે આ નીતિનુ અમલીકરણ કરવા માટે આ મુદ્દાઓ પર જરૂરી એવી ચર્ચાને ટાળવામા ન આવે અને આ નીતિનું અમલીકરણ થતા પહેલા આ મુદ્દાઓ પર યોગ્ય વિચારણા કરવામાં આવે.

કુમાર સંજય સીંહ, એસોસીએટ પ્રોફેસર, ડીપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રી, સ્વામી શ્રધ્ધાનંદ કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.