નવી દિલ્હીઃ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉન અંગે કેટલાંક નિર્ણય કર્યા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, લોકડાઉન દરમિયાન કઇ દુકાન ખોલવી જોઈએ તેના વિશે દિલ્હી સરકાર એક અઠવાડિયામાં વિચાર કરશે. અંતિમ નિર્ણય 27 એપ્રિલે લેવામાં આવશે. જેની જાહેરાત તેમણે જણાવ્યું કે, જીવન જરૂરિયાતની વસ્તુનું વેચાણ કરતી દુકાન ખુલી રાખવામાં આવશે.
જીવન જરૂરિયાતનો સામાન વેચતી દુકાનો ખુલ્લી રહેશે
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારે કેટલીક મહત્વપૂર્ણ દુકાનો ખોલવાનો નિર્ણય લીધો છે. જે દુકાનો આવશ્યક સેવાઓ, દવાઓની દુકાનો, કરિયાણાની દુકાન, ફળ અને શાકભાજીની દુકાનો ખુલ્લી રહેશે. પરંતુ કપડાની દુકાન, હાર્ડવેર શોપ, ઇલેક્ટ્રિકલ શોપ, વગેરે, જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી તે દુકાન આવતીકાલથી દિલ્હીમાં પણ ખુલશે
હૉસ્પૉટ ઝાન વિસ્તારમાં તમામ દુકાનો રહેશે બંધ
જે વિસ્તારોમાં હોટસ્પોટ્સ બનાવવામાં આવ્યા છે ત્યાં કંઈ જ ખુલશે નહીં. તેમજ ત્યાં લોકડાઉનના નિયમો યથાવત રહેશે. 3 મે સુધી બીજું કંઈપણ ખોલવાની મંજૂરી આપીશું નહીં. 3 મે સુધીમાં વડાપ્રધાને સમગ્ર દેશમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. 3 મે પછી કેન્દ્ર સરકાર સાથે વાતચીત પછી જ આગામી પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે.