મુંબઇ: શરદ પવારને કાર્યક્રમ પ્રમાણે સોમવારે નાશિક જવાનું હતું, પરંતુ પવારે આ પ્રવાસને રદ કર્યો છે અને પ્રધાનો સાથે પોતાના નિવાસ સ્થાને બેઠક બોલાવી છે. શરદ પવારે ઈચ્છે છે કે, ભીમા કોરેગાંવ કેસની તપાસ મહારાષ્ટ્ર પોલીસ જ કરે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે આ મામલાની તપાસને NIAને સોપ્યા બાદ આપત્તિ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશમુખે ભીમા કોરેગાંવ કેસની તપાસ મહારાષ્ટ્ર પોલીસને કરવાની વાત કરી હતી. મહારાષ્ટ્ર સરકારના આ મામલાની તપાસ NIAને સોપી દીધી છે. શરદ પવારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. જેમાં ભીમ કોરેગાંવ કેસની તપાસ માટે SITની રચના કરવાની માગ કરી છે.
શરદ પવારે કહ્યું હતું કે, પોલીસની સાથે મળીને તત્કાલીન રાજ્ય સરકારે ષડંયત્ર રચ્યું હતું. હિંસાના મુખ્ય આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી નથી કરી અને લોકોનું ધ્યાન હટાવવા માટે ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહી છે.