47 વિધાનસભા સીટવાળા ઓડિશામાં બીજૂ જનતા દળને કુલ 105, BJPને 27, કોંગ્રેસને 13 અને CPMને 1 સીટ મળી છે. ફક્ત લોકસભામાં જ નહી વિધાનસભામાં પણ નવીને પોતાની લહેર ચલાવી છે.
અજેય મુખ્યપ્રધાન: ઓડિશામાં છેલ્લા બે દાયકાથી એક જ વ્યકિતનું રાજ ચાલે છે, અને તે છે મુખ્યપ્રધાન નવીન પટનાયક. બીજુ જનતા દળના પ્રમુખ પટનાયક વર્ષ 2000થી સતત ઓડિશાના મુખ્યપ્રધાન છે. વર્ષ 2000માં ભાજપ સાથે ગઠબંધન કરી રાજ્યના મુખ્યપ્રધાન તરીકેનું પદ સાચવનારા પટનાયક 2004, 2009 અને 2014 બાદ 2019માં પણ પોતાની પાર્ટીને સત્તામાં લાવવામાં સફળ થયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને PM મોદીએ અહીં ઘણી રેલીઓ કરી પરંતુ શાંત સ્વભાવ વાળા નવીન સૌથી ભારી પડી ગયા.
ઉડીયા નથી બોલી શકતા નવીન પટનાયક: નવીન પટનાયકના પિતાની મોત બાદ નવીને પહેલી વખત ઓડિશામાં પોતાનું પહેલું ભાષણ આપ્યું તો તે હિંદીમાં હતું. કારણકે નવીન ઉડીયા બોલી શકતા નહોતા. તેઓ ઉડીયા બોલી શકતા નહોતા આ વાતનો તેમને ફાયદો થયો કારણ કે નવીન જ્યારે રાજકારણમાં જોડાયા તે સમયે ત્યાનો રાજનૈતિક વર્ગ ખુબ બદનામ હતો. આના કારણે ત્યાના સ્થાનિકોને નવીન પટનાયક સારા લાગ્યા. લોકોએ વિચાર્યુ કે નવીન બીજા કરતા અલગ છે. લોકએ વિચાર્યુ કે નવીન અમારુ કલ્યાણ કરશે. માટે સ્થાનિકોએ નવીનને આગળ વધારવાનું વિચાર્યું.
નવીન અત્યારે પણ સારી રીતે ઉડીયા નથી બોલી શકતા, પરંતુ તેમણે લોકો સાથે તેમની ભાષા બોલ્યા વગર એક સંવાદ સ્થાપ્યો, જે અત્યારે પણ જોવા મળે છે. શું તમે કલ્પના કરી શકો છો કે મમતા બેનર્જી બાંગ્લા બોલ્યા વગર લોકો પાસે માંગી શકે છે ? હવે તો નવીન જનતા સાથે તેમની ભાષામાં વાત કરે કે ના કરે લોકોને કોઇ ફરક નથી પડતો.
તેમના ખાસ મિત્રો: જ્યારે નવીન પટનાયક પહેલી વખત ઓડિશા આવ્યા ત્યારે તેમના ફક્ત બે ખાસ મિત્રો હતા. એયુ સિંહદેવ અને જયપાંડા. પરંતુ રાજનિતીના કારણે આ મિત્રતા લાંબો સમય નહી ટકી શકી.
મુખ્યપ્રધાનના રુપમાં તેમની દીનચર્ચા: નવીન પટનાયકે પહેલા જ જીંસ અને ટી શર્ટ પહેરવાનું છોડીને કુર્તા પહેરવાનું શરુ કરી દીધુ, નવીનનો દિવસ સવારે સંતરાના જ્યુસ સાથે શરુ થાય છે. ત્યાર બાદ તેઓ તરબુચ કે પપૈયા જેવા ફળો ખાતા હતા. 11 વાગે ઓફિસ જવા પહેલા તેઓ નારિયલ પાણીનો એક ગ્લાસ પીવે, અને બપોરે હળવો ખોરાક જેવો કે ખીચડી, દહીં અથવા સૂપ. રેડ થાઇ કરી તેમની મનપસંદ વાનગી છે.